+

Gold Smuggling Racket : Ahmedabad ક્રાઈમ બ્રાંચના માથે લાગ્યો દાગ, IPS ના માનીતા PI A D Parmar ની બદલી કેમ થઈ ?

એક સમય હતો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા IPS રાજ્યભરમાં ધારે તે PI PSI ની બદલી કરાવી શકતા હતા. સમયનું ચક્ર ફર્યું કે દાનત બદલાઈ, જે કહો તે પણ…

એક સમય હતો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા IPS રાજ્યભરમાં ધારે તે PI PSI ની બદલી કરાવી શકતા હતા. સમયનું ચક્ર ફર્યું કે દાનત બદલાઈ, જે કહો તે પણ હવે માનીતા PI ને પણ IPS બચાવી શકતા નથી. સોનાની દાણચોરીના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યાપક પ્રમાણમાં વધી ગયા છે. દાણચોરીના કિસ્સાઓ વધ્યા હોવાના પૂરાવા કેન્દ્રીય તેમજ ગુજરાતની એજન્સીઓ કેસ કરીને આપી રહી છે. સોનાની દાણચોરીના વધતા કિસ્સાઓમાં વિવાદસ્પદ મામલો ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યો અને તેના સમાચાર ગત 4 જુલાઈના રોજ પ્રસિદ્ધ કર્યા હતા. જે મામલાની જાહેરાત અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમાચાર પ્રસિદ્ધ થયા બાદ જાહેર કરવાની ફરજ પડી હતી. ગુજરાત નહીં દેશભરમાં નામના ધરાવતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ભૂતકાળમાં અનેક વખત તોડકાંડને લઈને વિવાદમાં આવી ચૂકી છે. ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ હોય કે ગોલ્ડ સ્મગલીંગ જેવા ગંભીર ગુનાનો મામલો હોય ક્રાઈમ બ્રાંચ માટે કેસ દૂધ આપતી ગાય સમાન બની ગયા છે.  ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ ડી પરમાર (PI A D Parmar) ની PTC જુનાગઢ ખાતે થયેલી બદલી રાજ્યભરના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસે સમગ્ર મામલો પહોંચતા આક્ષેપિત પીઆઈ અમરસંગ દેવસંગભાઈ પરમારની બદલીનો હુકમ કરવાની સાથે તાત્કાલિક છુટા કરવાનો પણ આદેશ કર્યો છે.

કેમ બદલી થઈ ?

રાજ્યભરમાં નહીં પરંતુ દેશભરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક ઓળખ છે. ક્રાઈમ બ્રાંચનું નામ કાઢવા માટે IPS અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓએ રાત-દિવસના ઉજાગરા કર્યા છે. તોડ માટે નહીં પરંતુ ડિટેક્શન અને શહેર-રાજ્યની સુરક્ષા માટે ખૂન પસીનો એક કર્યો છે. જો કે, છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની વાસ્તવિક ઓળખ ભૂંસાઈ ગઈ હતી. પોલીસ બેડા અને ગુનેગારી આલમમાં લોકો તોડ બ્રાંચ તરીકે ઓળખવા લાગ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં બે વર્ષથી પીઆઈ અમરસંગ દેવસંગભાઈ પરમાર (PI Amarsang Devsangbhai Parmar) ફરજ બજાવી રહ્યાં છે. પીઆઈ પરમાર શહેરીજનોની સુરક્ષા માટે નહીં પરંતુ ગોડફાધર આઈપીએસ (Godfather IPS) માટે સેવા નિયુક્ત કરાયા હોય તેવી ચર્ચાઓ એકાદ વર્ષથી ચાલી રહી હતી. ક્રાઈમ બ્રાંચમાં અરજીના નામે કેટ-કેટલાંય કરોડો રૂપિયાના ખેલ રચાઈ ચૂક્યાં છે. જે પૈકી મોટાભાગના કિસ્સાઓમાં પીઆઈ એ ડી પરમાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા રહ્યાં છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે સોનાની દાણચોરી કેસમાં માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. દાણચોરીના કેસમાં કંઈ રંધાઈ રહ્યું છે તેવી ગંધ આવતા આ અંગેના સમાચાર ગત 4 જુલાઈના રોજ Gujarat First એ પ્રસિદ્ધ પણ કર્યા હતા.સમાચાર જોવા લિંક ઓપન કરો –લાખો રૂપિયાના GOLD નો મામલો પોલીસ પાસે આવ્યો ને કેસને યુ ટર્ન આપવા 5 કરોડમાં થયો સોદ્દો…

બાતમીદારે આપેલી ભ્રષ્ટાચારની સચોટી માહિતી અંગેના સમાચાર અમદાવાદ સ્થિત એક એજન્સીના નામે પ્રસિદ્ધ કરાયા હતા. આ સમાચાર ગુજરાત ફર્સ્ટે પ્રસિદ્ધ કરતા આ મામલો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. સોનાની દાણચોરીના ચાલતા સુવ્યવસ્થિત નેટવર્કનો ભાંડો ફૂટતા તેમાં મોટી રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાની તેમજ IPS ની ભૂમિકા સામે આવી હતી. નિષ્ઠાવાન IPS અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (DGP Vikas Sahay) મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ભ્રષ્ટાચારી અધિકારીઓની કરતૂતોની જાણકારી મળતા DGP Vikas Sahay એ ચેતવણીરૂપ પગલાં ભરવાનો નિર્ણય લીધો.

ક્રિકેટ સટ્ટાના કેસમાં લાગ્યો હતો આરોપ

માર્ચ-2015માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વડોદરામાં પાડેલી (ED Raid in Vadodara) 4 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં આરોપી ચિરાગ પરીખ ઉર્ફે જેકે (Bookie Chirag Parikh @ JK) નું નામ સામે આવ્યું હતું. અમદાવાદ ગુજરાતના ક્રિકેટ સટ્ટા જગતમાં બુકી ચિરાગ પરીખ ઉર્ફે જેકે (Bookie Chirag Parikh @ JK) જાણીતું નામ છે. ગત એપ્રિલ મહિનાની આખરમાં ક્રાઈમ બ્રાંચે પાલડી વિકાસ ગૃહ રોડ પર આવેલા કંઠ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બે શખ્સો સામે ક્રિકેટ સટ્ટા બેટિંગનો કેસ કર્યો હતો. ક્રિકેટ સટ્ટાનો કેસ કરનારા પીઆઈ એ ડી પરમાર (PI A D Parmar) પીએસઆઈ પી એચ જાડેજા (PSI P H Jadeja) સહિતના સ્ટાફ સામે જે-તે સમયે આરોપ લાગ્યા હતા. સટ્ટા કેસના આરોપી જીગર શાહ ઉર્ફે ભગતે પીઆઈ એ ડી પરમાર અને PSI સામે 50 લાખ માગ્યાનો આરોપ લગાવ્યો હતો. બુકી ચિરાગ પરીખ ઉર્ફ જેકે ઉર્ફે ALEX PARKER (Bookie Chirag @ JK) નું નામ લખાવવા માટે પોલીસે માર માર્યો હોવાના આરોપ પણ લગાવ્યા હતા. આ મામલામાં ભેરવાઈ ગયેલી ક્રાઈમ બ્રાંચે આખરે આક્ષેપ કરનારા આરોપી સાથે સમાધાન કરી લીધું હોવાની પણ એક ચર્ચા છે.

આ પણ  વાંચો- IPS ની બદલીઓની વાતો વચ્ચે કેટલાંક અધિકારી સુષુપ્ત અવસ્થામાં તો બાકીના તોડપાણીમાં થયાં વ્યસ્ત

 

Whatsapp share
facebook twitter