+

Ahmedabad:ચોમાસું શરૂ થતા જ શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યું, ઝાડા-ઉલટીના 625 કેસ નોંધાયા

Ahmedabad: અમદાવાદમાં આ વર્ષે સારો એવો વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સમગ્ર ગુજરાતભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદ થતાની સાથે જ રોગચાળો પણ…

Ahmedabad: અમદાવાદમાં આ વર્ષે સારો એવો વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સમગ્ર ગુજરાતભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદ થતાની સાથે જ રોગચાળો પણ આવતો હોય છે. ખાસ કરીને જે વિસ્તારોમાં વધારે પાણી ભરાતા હોય ત્યાં ભારે રોગચાળો ફાટી નીકળે છે. વર્તમાનની વાત કરવામાં આવે તો, અત્યારે અમદાવાદ (Ahmedabad)માં ચોમાસાની સિઝનમાં સ્માર્ટ સિટીમાં રોગચાળો વકર્યો છે. મળતી જાણકારી પ્રમાણે શહેરમાં પાણીજન્ય રોગ રોગએ માથું ઉચક્યું છે.

રોગ કેસ
ઝાડા-ઉલટી 625 કેસ
કમળો 150 કેસ
ટાઈફોડ 285 કેસ
કોલેરા 17 કેસ
ડેંગ્યુ 38 કેસ
ચિકનગુનિયા 1 કેસ
મલેરિયા 9 કેસ

ચાલુ માસમાં 13 દિવસમાં ઝાડા ઉલટીના 625 નોંધાયા

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચાલુ માસમાં 13 દિવસમાં ઝાડા ઉલટીના 625, કમળો 150, ટાઈફોડ 285, કોલેરાના 17 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆતમાં શહેરમાં આવેલા ફોટી નીકળેલા રોગચાળાની સંખ્યા વધારે છે. આ સાથે મચ્છરજન્ય રોગના કેસમાં પણ વધારો થયો હોવાની જાણકારી મળી છે. આ બાજુ ડેંગ્યુના કેસની વાત કરવામાં આવે તો શહેરમાં ડેંગ્યુએ પણ કહેર વર્તાવ્યો છે.

13 દિવસમાં ડેંગ્યુના 38 કેસ નોંધાયા

નોંધનીય છે કે, ચોમાસું શરૂ થતાં જ 13 દિવસમાં ડેંગ્યુના 38 કેસ નોંધતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. આ સાથે ચિકનગુનિયાનો એક તો મલેરિયાનાં નવ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે (Ahmedabad) શહેરમાં વરસાદ થતાની સાથે જ રોગચાળો ફાટી નીકળતો હોય છે. તેમાં પણ ખાસ કરીને જે વિસ્તારોમાં વધારે પાણી ભરાતા હોય ત્યાં મચ્છરજન્ય રોગના કેસોમાં ધરખમ વધારો થતો હોય છે.  આ સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. જેથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવનાઓ છે. જો કે, આરોગ્ય તંત્ર દ્વારા સત્વરે દવાનો છંટકાવ કરવામાં આવે તો તેમાં અંકુશ મેળવી શકાશે.

આ પણ વાંચો: Gujarat: HTATના મુખ્ય શિક્ષકોના આંદોલનની જાહેરાતથી સરકાર એક્શનમાં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યું ટ્વીટ

આ પણ વાંચો: Dahod: એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

આ પણ વાંચો: Gondal: PGVCL ની બેદરકારીએ ફરી લીધો જીવ! હડમતાળા ગામે વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત

Whatsapp share
facebook twitter