+

દેશ વિદેશમાં દિવાળી પહેલા ઇનોવેટિવ આયુર્વેદિક મીઠાઈઓની વધી ડિમાન્ડ

અહેવાલ – રાબિયા સાલેહ ઔષધોથી બનેલી આયુર્વેદિક મીઠાઈઓ જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આયુર્વેદના સિદ્ધાંતો અને હર્બલ ઔષધોના ઉપયોગથી ઇનોવેટિવ અને ડિઝાઈનર સ્વીટ ડિમાન્ડ વધી છે. સુરતના…

અહેવાલ – રાબિયા સાલેહ

ઔષધોથી બનેલી આયુર્વેદિક મીઠાઈઓ જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આયુર્વેદના સિદ્ધાંતો અને હર્બલ ઔષધોના ઉપયોગથી ઇનોવેટિવ અને ડિઝાઈનર સ્વીટ ડિમાન્ડ વધી છે. સુરતના એક ડોકટર દ્વારા આ દિવાળીના તહેવારમાં ઇનોવેટિવ આયુર્વેદિક મીઠાઈઓ બનાવવામાં આવી છે. જેની દેશ વિદેશમાં પણ દિવાળી પહેલાથી ડિમાન્ડ ઉઠી છે.

.હવે મીઠાઈ ખાવાથી નુકશાન નહિ પરંતુ શરીર ને ફાયદા થાય એ પ્રકાર ની મીઠાઈ ખાસ પ્રકાર ના ઔષધો નો ઉપયોગ કરી બનાવવાં આવી રહી છે.મીઠાઈ બનાવનાર સુરતના એમ ડી ડોકટર મીરા સાપરીયા એ જણાવ્યું હતું કે આ વખતે દિવાળી શરૂ થવા પહેલે થી લોકો ના ઓર્ડર વેઇટિંગ માં છે.માત્ર બે દિવસ માં જ અંદાજે ૩૦૦૦ કિલો થી પણ વધુ નું આયુર્વેદિક સ્વીટ્સ નું વેચાણ થયું છે. આ મીઠાઈ ને ખાસિયત એ છે કે તે, ઓર્ગનીક અને પ્રાકૃતિક ઇંગરેડીએન્ટ્સ નો ઉપયોગ કરી મીઠાઈ બનવામાં આવી છે જેથી તે કેમિકલ ફ્રી અને પેસ્ટીસાઈડ ફ્રી રહે છે સાથે જ આર્ટિફિશ્યલ કલર અને ફ્લેવર ફ્રી સ્વીટ બને છે ,મીરા બેન દ્વારા ૨૦૧૫ થી આયુર્વેદિક મીઠાઈ બનવવામાં આવે છે.દર દિવાળી એ ૨ થી ૩ હજાર જેટલા મીઠાઈ ના ઓર્ડર આવે છે.જેમાં સૌથી વધારે ડિમાન્ડ હની મસ્તી અને અર્જુન ક્ટ્રી ની રહે છે.આ દિવાળી એ પણ બે નવી મીઠાઈ ની માંગ થતા રસમિક્ષ અને મન મસ્તી ચોકલેટ ફ્લેવરને અને જીવનમૌથી સાથે જ સ્ત્વામિર્ત સુગ્રફ્રી બનાવાઈ છે.જે યુ એસ એ અને કેનેડામાં પરખ્યા બની છે.જેથી તેના પ્રિ બુકિંગ બે મહિના પહેલા થતા હોય છે.આયુર્વેદિક મીઠાઈ ના ઓલોર રાજ્ય માંથી ઓર્ડર આવે છે.

આજે લોકોમાં બદલતી લાઈફ સ્ટાઇલ ને લીધે તથા બહાર ન જંક ફૂડ નો ઉપાયગ વધુ થવાને લીધે વિટામિન્સ કેલ્શિયમ અને લોહ તત્વ ની ઉણપ ખૂબ જ વધી રહી છે તેને ધ્યાન માં રાખી ને આયુર્વેદ ના ઔષધો નો ઉપયોગ કરી મીઠાઈ બનાવામાં આવી છે..આ અંગે મીઠાઈ ખરીદનાર ગ્રાહક એ જણાવ્યું હતું કે તેઓ ટમેના જમાઈ માટે મીઠાઈ લેવા આવ્યા છે.જે યુ એસ એ માં રહે છે અને જમાઈ અને તેમના મિત્ર નું ગ્રુપ ખૂબજ મોટું છે.જેથી તેમના માટે તેઓ આયુર્વેદિક મીઠાઈ લીધી છે.વધુમાં તેમણે કહ્યું હતું કે આ મીઠાઈ ઓર્ગેનિક મીઠાઈ તરીકે ઓળખાય છે જે શરીર ને ફાયદા કરે છે આઠ થી દસ આયુર્વેદિક ઔષધિ નો ઉપયોગ કરી બનાવેલી મીઠાઈ આંખો ની રોશની ,મજબૂત હાડકા અને સારા સ્વસ્થ્ય માટે લાભદાયક છે.જેથી દર વર્ષે આ મીઠાઈ નો ઓર્ડર કરી એને વિદેશ મોકલે છે.

મીઠાઈ બનાવવામાં આ પ્રકાર ની ઔષધો નો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ગિલોય સત્વ ,જે રોગપ્રતિકાર શક્તિ વધારનાર છે, શંખ અને પ્રવાલ ભસ્મ પાચન, એસીડીટી માં ઉપયોગી તથા કેલ્શિયમ અને મિનરલ્સ થી ભરપૂર છે.ગ્રંથિક ચૂર્ણ પાચનતંત્ર તેમજ શ્વાસ ના રોગો માં ઉપયોગી, મુકતા ભસ્મ એસીડીટી અને નર્વ ટોનિક છે, જ્યોતિષ મતી અને વચા જે બ્રેઇન ટોનિક છે, આ સિવાય પણ ઘણા આયુર્વેદિક હર્બસ અને મિનરલ્સ કે જે લોહ તત્વ, કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર હોય ઉમેરવામાં આવ્યા છે.જે આ દિવાળી ઘર ઘર માં સારા સ્વસ્થ્ય ની મીઠાશ ગોળશે.

૧ .અર્જુન કટલી- કેલ્શિયમ રિચ સ્વીટ- કિંમત-1290 રૂપિયે કિલો

2. મેધામૃત- બુદ્ધિ વર્ધક સ્વીટ- 1390 રૂપિયે કિલો

3. મન મસ્તી- મૂડ એલિવેટર સ્વીટ-1390 રૂપિયે કિલો

4. રસનામૃત- રસ ધાતુ વર્ધક સ્વીટ..1390 રૂપિયે કિલો

5. હની મસ્તી.- ઇમ્યુનિટી બુસ્ટર સ્વીટ-રૂપિયે 1390 ની કિલો

આ પણ વાંચો – ગુજરાતમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, કડીમાંથી ઝડપાયું 71 ગ્રામ MD ડ્રગ્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter