Bhuj Heavy Rains Update: ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ભારે વરસાદ (Rain) પડી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ભુજ (Bhuj)માં પણ ધોરધાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ભુજ (Bhuj)માં 20 મિનિટ ખાબકેલા વરસાદથી સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, અતિભારે વરસાદના કારણે બસ સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. નોંધનીય છે કે, વરસાદી પાણી ભરાતાની સાથે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
માત્ર 20 મિનિટ આવેલા વરસાદથી સર્વત્ર પાણી ભરાયા
ઉલ્લેખનીય છે કે, ચોમાસાને પગલે નગરપાલિકા (municipality)ની પ્રિ-મોન્સૂન (Pre-monsoon ) કામગીરીની પોલ ખુલી છે. કારણે કે, માત્ર 20 મિનિટ આવેલા વરસાદથી સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. જો અહીં 2 કલાક સતત વરસાદ વરસે તે શું હાલત થાય? તેને અંદાજો લવાવી શકાય છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ વરસાદે તો તંત્રની નબળી કામગીરીની ચાડી ખાધી છે.
પાણીમાંથી પસાર થવા માટે વાહનચાલકો મજબૂર થયા
શહેરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, પાણીમાંથી પસાર થવા માટે વાહનચાલકો મજબૂર થયા છે. આ સાથે સાથે પાણી ઘૂસી જવાથી અનેક વાહનો બંધ થયા હોવાની જાણકારી પણ સામે આવી છે. આમ તો અત્યારે રાજ્ય ભરમાં વરસાદ થઈ રહ્યો છે. આ સાથે સાથે રાજ્યના અનેક જિલ્લાઓના શહેરોમાં પાણી ભરાવવાના બનાવો સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં તો ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. જેના કારણે અહીં સામાન્ય લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.