+

અડાલજ : સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી પોલીસે ઉકેલ્યો લૂંટનો ભેદ, જાણો કેવી રીતે

અહેવાલ – પ્રદિપ કચીયા આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેટલું લોકો માટે ઉપયોગી છે તેટલું જ ખતરનાક પણ છે. પરંતુ ગાંધીનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં પોલીસ માટે…

અહેવાલ – પ્રદિપ કચીયા

આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેટલું લોકો માટે ઉપયોગી છે તેટલું જ ખતરનાક પણ છે. પરંતુ ગાંધીનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં પોલીસ માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક મદદરૂપ કડી તરીકે સામે આવ્યો. આમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વડે પોલીસે એક લૂંટનો ભેદ પણ ઉકેલી કાઢ્યો. ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં થયેલી એક લૂંટનો ભેદ ઉકેલવામાં સોશિયલ મીડિયા ઉપયોગી સાબિત થયું. કોણ છે આરોપી અને ક્યાંથી ઝડપાયા આરોપીઓ જુઓ આ અહેવાલમાં…

ગાંધીનગર જિલ્લાના અડાલજ વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે થોડા દિવસ પહેલા રીક્ષા લઈને જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી અન્ય એક રીક્ષા ચાલકે 50000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. જેની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે નર્મદા કેનાલ વિસ્તારમાં આ લૂંટનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક રીક્ષા ચાલક રીક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી અન્ય એક રીક્ષાએ આવી તેના ઓવરટેક કરી ઉભી રાખી અને રીક્ષા ચાલકને માર માર્યો હતો તેમ જ તેની પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ લુંટી ફરાર થઈ ગયો હતો. લૂંટ કરનારા વ્યક્તિ હતા તેમાં એક વ્યક્તિનો મોબાઇલ ત્યાં પડી ગયો હતો. જે પોલીસને મળતા પોલીસે તે મોબાઇલ ફંફોળવાનુ શરૂ કર્યું હતું અને આ આરોપીના મોબાઇલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કર્યા હતા. જેના આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી.

અડાલજ પોલીસે ઘટના સ્થળ પરથી મળેલા આરોપીના મોબાઇલની તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા અને રીલ્સ બનાવવાના પણ શોખીન હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી. આરોપીના મોબાઇલમાંથી અનેક રીલ્સ પણ મળી આવી હતી. જેમાં હથિયારો વડે જાહેર રસ્તાઓ પર રીલ્સ બનાવવામાં આવી હતી. તેમજ રિક્ષાઓમાં પણ સ્ટંટ કરતી રીલ્સ પણ બનાવવામાં આવી હતી. જોકે આ બધી રીલ્સમાં દેખાતા ચહેરાઓ પોલીસ માટે ઉપયોગી સાબિત થયા હતા. આ લોકો ફરી વખત નર્મદા કેનાલની આસપાસ આવતા પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. પોલીસે સોશિયલ મીડિયાના આધારે લૂંટ કરનાર રાહુલ ઠાકોર અને દિપેશ અગ્રવાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

પકડાયેલા લૂંટના બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભાડેથી રીક્ષા ચલાવવાનો ધંધો કરતા હતા. સાથે જ અમદાવાદ શહેર તેમજ ગાંધીનગરમાં ઓછી ભીડભાડવાળી જગ્યાઓ કે રસ્તાઓ પર એકલ દોકલ જતાં લોકો પાસે લૂંટને પણ અંજામ આપતા હતા. આરોપીઓ વિરુદ્ધ અગાઉ અમદાવાદના અલગ-અલગ પોલીસ મથક તેમજ ગાંધીનગરમાં લૂંટ તેમજ અન્ય ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. હાલ તો પોલીસે બંને આરોપીઓનું ધરપકડ કરી અન્ય ગુનાઓ આચાર્ય છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – ધારાસભ્યની મુલાકાત સમયે PM અને CM માટે અશ્લીલ શબ્દો બોલનાર વ્યક્તિ સામે ગુનો દાખલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter