અહેવાલ—આનંદ પટણી, સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરતમાં આજે અનોખી માનવ સાંકળ રચવામાં આવી હતી જેમાં ત્રણ મેસેજ આપવાનો પ્રયાસ કરાયો હતો જેમાં મુખ્યત્વે ક્લીન સીટી ગ્રીન સિટી અને સેફ સીટી નો મેસેજ આપવાનો વિદ્યાર્થીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માનવ સાંકળમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત સુરતના નાગરિકો પણ જોડાયા હતા
15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી
સુરત શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજે સુરત શહેરમાં 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી આ માનવ સાંકળ થકી સુરત શહેરના લોકો સહિત આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વચ્છતા નો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત શહેર માં 43 શાળા અને 22 કોલેજો ના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી આ માનવ સાંકળ 15 KM લાંબી હતી આ માનવ સાંકળને રચવામાં 24000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સુરત શહેર સ્વચ્છતામાં બીજા નંબરે
હાલ સુરત શહેર સ્વચ્છતામાં બીજા નંબરે છે અને સુરત શહેરના નાગરિકોને સ્વચ્છતા નો સંદેશ આપવાનો પ્રયાસ થયો હતો જેથી આગામી દિવસોમાં સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે આવે સુરત શહેર હાલ સ્વચ્છ શહેરોની ગણતરીમાં બીજા નંબરે ચાલી રહ્યું છે અને જો શાળાના બાળકો અત્યારથી જ સ્વચ્છતા નો પાઠ ભણે તો આગામી દિવસોમાં શહેરની સ્વચ્છતામાં વધારો થાય.
માનવ સાંકળમાં 24,000 થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો
સુરત શહેરમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન સુધી અને વાય જંકશનથી ૬૪ જોગણી માતાના મંદિર સુધી માનવ સાંકળ રચવામાં આવી હતી આ માનવ સાંકળમાં 24,000 થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો આ માનવ સાગર દ્વારા ગ્રીન સિટી ક્લીન સિટી અને સેફ સીટી નો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે બે કાર્યક્રમમાં હાજરી આપવાના છે
આગામી 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે બે કાર્યક્રમમાં હાજરી આપવાના છે જેમાં પ્રથમ કાર્યક્રમમાં 353 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા એરપોર્ટ ના નવા ટર્મિનલ નું તેઓ લોકાર્પણ કરશે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કોમર્શિયલ બિલ્ડીંગ ડાયમંડ બુર્સ નું પણ તેઓ ગાર્ડન કરશે પ્રધાનમંત્રી સુરત આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે સુરત થનગની રહ્યું છે અને સુરત શહેરના નાગરિકો દ્વારા આજે પ્રધાનમંત્રી ને સ્વચ્છતા નો સંદેશો આપવાના પ્રયાસરૂપ આ માનવ સાકળી યોજવામાં આવી હતી.
આ પણ વાંચો—–GONDAL : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતની આત્મવિલોપનની આપી ચીમકી