ઇનપુટ—કલ્પિન ત્રિવેદી, અમદાવાદ
કેડીલા ફાર્મના CMDરાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ
પોલીસે યુવતીની ફરિયાદ ન લેતા હાઈકોર્ટમાં અરજી
બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની કરી છે ફરિયાદ
હાઇકોર્ટમાં અરજદાર યુવતીએ કરી રજૂઆત
“સિનિયર પોલીસ અધિકારીનું ફરિયાદ પાછી ખેંચવા દબાણ”
“યુવતીની ACPસાથેની વાતચીતની ઓડિયો ક્લીપ રેકોર્ડ પર લેવાઈ”
“પોલીસ સાથે સાઠગાંઠ હોવાથી ફરિયાદ નથી લેવાતી”
હાઈકોર્ટમાં વધુ સુનાવણી 8 ડિસેમ્બરે હાથ ધરાશે.
કેડીલા ફાર્મના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતી કરેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં યુવતીએ પોલીસ અધિકારી સામ ગંભીર આરોપ લગાવતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી છે. યુવતીએ હાઇકોર્ટમાં ગુહાર લગાવી છે કે સિનીયર પોલીસ અધિકારી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી રહ્યા છે.
સિનીયર પોલીસ અધિકારીઓ ફરિયાદ પરત લેવા માટે દબાણ કરી રહ્યા છે.
કેડીલા ફાર્મના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતી કરેલી દુષ્કર્મની ફરિયાદમાં યુવતીની પોલીસે ફરિયાદ ના લેતા હવે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે સિનીયર પોલીસ અધિકારીઓ ફરિયાદ પરત લેવા માટે દબાણ કરી રહ્યા છે.
ઓડીયો ક્લિપ સોગંદનામાં રેકોર્ડ પર લેવાઈ
આ યુવતી અને ACP કક્ષાના અધિકારી સાથેની વાતચીતની ઓડીયો ક્લિપ સોગંદનામાં રેકોર્ડ પર લેવાઈ છે. યુવતીએ રજૂઆત કરી છે કે પોલીસ અને રાજીવ મોદીની સાંઠગાંઠના કારણે ફિયાદ લેવાઇ નથી. ટ્રાયલ કોર્ટે સમગ્ર કેસમાં ધ્યાને ન લીધેલા પુરાવા પર કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. આ મામલાની વધુ સુનાવણી 8 ડિસેમ્બર એ હાથ ધરાશે.
આ પણ વાંચો—-ગોંડલના 3 બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે ગણિતની મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામા ઝળક્યાં