+

Gandhinagar : દહેગામ-બાયડ રોડ પર અકસ્માતમાં 3 યુવાનોના મોત

દહેગામ બાયડ હાઇવે પર અકસ્માતમાં 3ના મોત ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત યુવાનો દિપેશ્વરી માતાના મંદિરે જતા હતા દર્શને મૃતક યુવાનો ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા ગામના ગાંધીનગર જિલ્લામાં દહેગામ…

દહેગામ બાયડ હાઇવે પર અકસ્માતમાં 3ના મોત
ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
યુવાનો દિપેશ્વરી માતાના મંદિરે જતા હતા દર્શને
મૃતક યુવાનો ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા ગામના

ગાંધીનગર જિલ્લામાં દહેગામ બાયડ રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. મૃતકોમાં ત્રણ યુવાનોનો સમાવેશ થાય છે અને તે મહુન્દ્રા ગામના છે.

ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત

હમણાં જ મળી રહેલા સમાચાર મુજબ બેસતા વર્ષની સમી સાંજે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ રોડ પર ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર 3 યુવાનોના મોત થયા છે

ત્રણ યુવાનો દિપેશ્વરી માતાજીના દર્શન કરવા જઇ રહ્યા હતા

મૃતક ત્રણ યુવાનો દિપેશ્વરી માતાજીના દર્શન કરવા જઇ રહ્યા હતા અને ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો છે. મૃતક યુવાનો ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામના છે.

પોલીસ પહોંચી

બનાવની જાણ થતાં ગાંધીનગર જીલ્લાની રખિયાલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રખિયાલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યા છે.

આ પણ વાંચો—SURAT: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળામણથી મોત

Whatsapp share
facebook twitter