શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા મંદીરોમાં ચોરી કરતાં રીઢા ચોરને ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ ની પૂછપરછ કરતા ગાંધીનગર જિલ્લાના પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ 21 જેટલા ગુના કર્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રીક્ષા તથા મોબાઈલ સહીત રોકડ જપ્ત કર્યા છે.
2 આરોપી પકડાયા
ગાંધીનગર જિલ્લામાં મંદીરોમાં ચોરીના મામલે ગાંધીનગર પોલીસે ધડકણ અમિત કુમાર ઉર્ફે અર્જુનસિંહ મકવાણા તથા ચંદ્રાલાના બાબુ નાયકની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ ગાંધીનગર જિલ્લામાં પાંચ ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. આરોપીઓએ કલોલ શહેરના બે ગુના, કલોલ તાલુકાના બે ગુના તથા માણસા પોલીસ મથકના એક ગુનાની કબૂલાત કરી છે.
રીક્ષામાં પેસેંજર તરીકે બેસી રેકી કરતા
જિલ્લા પોલીસ વડા રવીતેજા વાસમ શેટ્ટીએ કહ્યુ કે આરોપીઓએ ગાંધીનગર જિલ્લાના પાંચ ગુના ઉપરાંત મહેસાણા જિલ્લા, સાબરકાંઠા જિલ્લા તથા અમદાવાદ શહેર માં ૨૧ જેટલા ગુનાની કબૂલાત કરી છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે તેઓ જે મંદીર મા ચોરી કરતા તે પહેલા રીક્ષામાં પેસેંજર તરીકે રેકી પણ કરતા હતા.
અમિતકુમાર ચોરી તેમજ દુષ્કર્મના ૧૧ જેટલા ગુનામાં સંડોવાયેલો
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી રીક્ષા, મોબાઈલ તથા મંદીર માં થી ચોરી કરેલી રોકડ રકમ જપ્ત કરી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ આરોપીઓ બાબતે જાણકારી આપવાની સાથે મંદીરોમાં સીસીટીવી લગાવવા વિનંતી પણ કરી છે. ઝડપાયેલા આરોપી અમિતકુમાર ચોરી તેમજ દુષ્કર્મના ૧૧ જેટલા ગુના માં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે.