+

Surat : મુંબઇની 190 હીરાની કંપનીઓ સુરત ડાયમંડ બુર્સ ખાતે ઓફીસ શરૂ કરશે

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હવે સુરત અને મુંબઇની મોટા ગજાની ગણાતી એવી 190 હીરાની કંપનીઓ દ્વારા સુરત ડાયમંડ બુર્સ ખાતે ઓફીસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી…

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હવે સુરત અને મુંબઇની મોટા ગજાની ગણાતી એવી 190 હીરાની કંપનીઓ દ્વારા સુરત ડાયમંડ બુર્સ ખાતે ઓફીસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ 21-11-2023 ના રોજ દિવાળીના શુભ અવસરે હીરા ઉદ્યોકારોની દિવાળી સુધરશે. સુરત શહેરના ખજોદ ખાતે તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન આગામી તારીખ જાહેર થતાં હીરા ઉધોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

હીરા ઉદ્યોગ માટે અવિસ્મરણીય પળ

SDB નો શુભારંભ આગામી 21 નવેમ્બરે કરાશે. જે હીરા ઉદ્યોગ માટે અવિસ્મરણીય હશે. સુરત ડાયમંડ બુર્સના નિર્માણકાર્ય સાથે સંકળાયેલી કમિટી દ્વારા આ અંગે પત્ર લખીને સભ્યોને માહીતી આપવામાં આવી છે. આ પત્રમાં કમિટી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ પુર્ણ થઇ ગયું છે,

રોજગારીની તકો વધશે

સુરત ડાયમંડ બુર્સમાં કુલ 5,57,720 સ્ક્વેર ફુટથી વધુ ઓફીસ એરીયામાં ઇન્ટીરીયરનું કામ પણ પુર્ણ થવાના આરે છે. જેથી SDB નો શુભારંભનો દિવસ નક્કી થતાં રોજી રોજગારનો નવો માર્ગ ખુલ્લો થતા હીરા ઉદ્યોગમાં વેગ મળવાની સાથે રોજગારીની તકોમાં વધારો થશે.

મુંબઈની 190 મોટી કંપનીઓ આવશે

SDB કમિટીની મળેલી મીટીંગમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા બાદ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં એક ખૂબજ મહત્વ ની જાહેરાત પણ કરવામાં આવી છે. સુરત ડાયમંડ બુર્સ સંપુર્ણપણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ 21 નવેમ્બર 2023 ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે ત્યારે આજ થી સુરત મુંબઈની કુલ 190 મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હીરા ઉદ્યોગમાં વેપાર મળવાની નવી આશા જાગી છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : DABHOI : 233 કરોડના ખર્ચે નર્મદા નદી પર 3.5 કિમી લાંબા બ્રિજનું કામ પૂર્ણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter