+

પોતાની સ્થિતિનો દુરઉપયોગ કરવા બદલ Googleને આકરો દંડ ફટકારાયો, જાણો શું છે સમગ્ર મામલો

સર્ચ એન્જિન ગૂગલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. NCLAT એટલે કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે એન્ડ્રોઇડમાં તેના પદના દુરુપયોગના કેસમાં CCI દ્વારા લાદવામાં આવેલા દંડમાં કોઈ ફેરફાર કર્યો…

સર્ચ એન્જિન ગૂગલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. NCLAT એટલે કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે એન્ડ્રોઇડમાં તેના પદના દુરુપયોગના કેસમાં CCI દ્વારા લાદવામાં આવેલા દંડમાં કોઈ ફેરફાર કર્યો નથી અને સજાને યથાવત રાખી છે. તમને જણાવી દઈએ કે CCIએ ગયા વર્ષે 20 ઓક્ટોબરે ગૂગલ પર 1 હજાર 337 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો

Googleને દંડની રકમ ચૂકવવા 30 દિવસનો સમય આપ્યો
જાણકારી માટે તમને જણાવી દઈએ કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે NCLATએ ગુગલને દંડની રકમ ચૂકવવા અને CCIના આદેશનું પાલન કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. ભારતના કોમ્પિટિશન કમિશન એટલે કે CCI દ્વારા લાદવામાં આવેલા ભારે દંડ પછી, Google એ NCLATનો સંપર્ક કર્યો હતો, પરંતુ Google પણ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે NCLATથી નિરાશ થયું છે
શું છે સમગ્ર મામલો
એન્ડ્રોઇડ એ ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ છે અને કંપનીની ઘણી એપ્સ ગૂગલના ઓએસમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ હેન્ડસેટ ઉત્પાદક પોતાના હેન્ડસેટમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવા માંગે છે, તો કંપનીએ MADA એટલે કે મોબાઈલ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન સંબંધિત Google સાથે કરાર કરવો પડશે.
NCLATએ 15મી ફેબ્રુઆરીથી આ મામલે સુનાવણી શરૂ કરી હતી
આ કરારનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ કંપની તેનો એન્ડ્રોઈડ સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરે છે ત્યારે ગૂગલની એપ્સ ડિવાઈસમાં પ્રી-ઈન્સ્ટોલ હોવી જોઈએ, જેને કોઈ ગ્રાહક ઈચ્છે તો પણ અનઈન્સ્ટોલ કરી શકે નહીં. તમને જણાવી દઈએ કે ગૂગલ પર આરોપ છે કે કંપની તેના આ કામથી માર્કેટમાં સ્પર્ધાને અસર કરે છે.
NCLATએ 15મી ફેબ્રુઆરીથી આ મામલે સુનાવણી શરૂ કરી હતી, સુપ્રીમ કોર્ટે NCLATને 31મી માર્ચ સુધીમાં આ મામલે પોતાનો ચુકાદો આપવા જણાવ્યું હતું. કંપનીએ આ મામલે તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter