BHAGAWAN RAM : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ (BHAGAWAN RAM )ની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે બે દિવસ બચ્યા છે ત્યારે રામ નગરી અભેદ્ય કિલ્લામાં ફેરવાયું છે. આજથી અયોધ્યામાં બહારથી આવનારા ભક્તોની એન્ટ્રી બંધ કરી દેવાઇ છે.
સ્થાનિક લોકોને 21 અને 22 જાન્યુઆરીએ ઘરની બહાર ના નિકળવા પોલીસ તંત્રએ અપીલ કરી
ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પળેપળની માહિતી આપની સમક્ષ પહોંચે તે માટે ગુજરાત ફર્સ્ટની ટીમ અયોધ્યામાં છે. અયોધ્યામાં ભારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજથી 22 જાન્યુઆરી સુધી બહારના લોકોને અયોધ્યામાં પ્રવેશ બંધ કરી દેવાયો છે. અયોધ્યાવાસીઓને પણ પોતાનું આઈ કાર્ડ બતાવવુ જરૂરી છે. સ્થાનિક લોકોને 21 અને 22 જાન્યુઆરીએ ઘરની બહાર ના નિકળવા પોલીસ તંત્રએ અપીલ કરી છે.
મીડિયા સેન્ટર બનાવાયું
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કવરેજ માટે રીઝનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયાના પ્રતિનીધીઓ અયોધ્યા પહોંચી ચુક્યા છે જેથી શહેરના લતા મંગેશકર ચોક પાસે મીડિયા સેન્ટર બનાવાયું છે. અહીં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરાશે અને મીડિયાના પ્રતિનીધીઓ તેનું કવરેજ કરી શકશે. રીજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયા માટે રામ સંગ્રહાલયની સામે મીડિયા સેન્ટર તૈયાર કરાયું છે. રામ સંગ્રહાલયમાં ભગવાન રામને લગતી વિવિધ પ્રતિકૃતીઓ રાખવામાં આવી છે.
રામ મંદિર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો
બીજી તરફ રામ મંદિર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. આ એ સ્થળ છે જ્યાં મીરબાંકીએ મંદિર તોડ્યું હતું. હવે અહીં ફરીથી ભવ્ય રામ મંદિર તૈયાર થઇ રહ્યું છે. મંદિર તરફ જવાના રસ્તા પર ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુખ્ય પરસિરનું આ દ્વાર છે જ્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે. આજે અનુષ્ઠાનનો પાંચમો દિવસ છે. 20 જાન્યુઆરીએ ભગવાનને મંદિરમાં સ્થાપીત કરાશે આજથી બહારના ભક્તોની એન્ટ્રી બંધ કરાઇ છે પણઅત્યાર સુધી હજારો રામભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.
અમને રામ લલાના દર્શન માટે તાલાવેલી લાગી છે
અયોધ્યામાં અત્યાર સુધી હજારો રામ ભક્તો પહોંચી ચુક્યા છે. રામ લલાના દર્શન માટે આ ભક્તો અત્યંત ઉત્સાહીત જણાઇ રહ્યા છે. તેલંગાનાથી આવેલા ભક્તોના એક ગૃપે કહ્યું કે અમે તેલંગાનાથી રામ લલાના દર્શનમાટે આજે સવારે જ અયોધ્યા પહોંચ્યા છીએ. મોદી અને યોગી સરકારે આ ભવ્ય કામ કર્યું છે અને અમને રામ લલાના દર્શન માટે તાલાવેલી લાગી છે.
નાસ્તીકોએ પણ રામના શરણમાં આવવું જોઇએ
સુરતથી આવેલું એક ગૃપ પણ ભારે ઉત્સાહીત જણાઇ રહ્યું છે. સુરતના એક રામ ભક્તે કહ્યું કે અમે 17 તારીખે અયોધ્યામાં આવી ગયા છીએ અને 24 તારીખ સુધી અયોધ્યામાં જ રોકાઇશું. તેમણે કહ્યું કે 500 વર્ષ બાદ રામ લલા આજે પોતાના ઘેર પરત ફરી રહ્યા છે તો અમે તેમને મળવા કેમ ના આવીએ. નાસ્તીકોએ પણ રામના શરણમાં આવવું જોઇએ.
અયોધ્યામાં આવવાનું સૌભાગ્ય મળતા મન પ્રસન્ન
અયોધ્યામાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણ પધારી રહ્યા છે. આમંત્રણ બાદ અયોધ્યામાં સાધુ સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઝારખંડથી શ્યામ બાબા પણ અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં આવવાનું સૌભાગ્ય મળતા મન પ્રસન્ન છે. મને અપાર હર્ષ થઇ રહ્યો છે અને લાગે છે કે મારુ જીવન ધન્ય થઇ ગયું છે. શંકરાચાર્યજી પૂજનીય અને સન્માનિય છે. શંકરાચાર્યોએ જે નિર્ણય લીધો છે તેમના નિર્ણયનું સન્માન કરું છું પણ ભગવાન રામ આજે પોતાના ઘેર આવી રહ્યા છે ત્યારે તેના વિશે કંઇ કહેવું ના જોઇએ. હું કહીશ કે આ પ્રભુની સેવાનું કાર્ય છે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષે આમંત્રણ ઠુકરાવવુ જોઈતુ નહોતુ.
માત્ર અયોધ્યા જ નહીં પણ આખો દેશ રામમય બન્યો
વીએચપી જોઇન્ટ જનરલ સેક્રેટરી જોડ સુરેન્દ્રકુમાર જૈને કહ્યું કે અત્યારે અયોધ્યાની સાથે દેશનો માહોલ જોરદાર છે. માત્ર અયોધ્યા જ નહીં પણ આખો દેશ રામમય બન્યો છે. પણ આજે તો લાગે છે કે આખુ વિશ્વ રામમય બની ગયું છે. મુખ્ય યજમાન અનિલ મિશ્રાને કાશ્મીરથી કેસર મોકલાઇ છે. તેમને તામિલનાડુમાંથી બનાવાયેલી શાલ પણ રામલલાને ભેટમાં આપવા મળી છે તો અફઘાનિસ્તાનની પવિત્ર નદીનું પાણી પણ મોકલવામાં આવ્યું છે. આ મહોત્સવની વિશ્વના 57 દેશોમાં ઉજવણી થઇ રહી છે. વિશ્વ આજે એક થયું છે. તેમણે કહ્યું કે ભગવાન રામની જૂની પ્રતિષ્ઠાને આ જ મંદિરમાં સ્થાપીત કરાઇ છે. કોંગ્રેસ અને તેના સાથીઓ રામ મંદિરના નિર્માણમાં અડચણ લાવ્યા છે. તેમનું આ જ ચરિત્ર છે. હું સ્પષ્ટ કહીશ કે આજે રામનો વિરોધ કરીને કોઇ રાજકારણમાં નહી રહી શકે.
મંદિરના પ્રવેશ દ્વારને શણગારાયું
બીજી તરફ અયોધ્યામાં મંદિરના પ્રવેશ દ્વારને શણગારાયું છે. આ મુખ્ય દ્વારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વીવીઆઇપી મહેમાનોની એન્ટ્રી થશે. રામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે સુરક્ષા વધારાઈ છે.
Ramotsav : અયોધ્યા શહેર ફેરવાયું અભેદ્ય કિલ્લામાં#AyodhyaRamMandir #ramotsav #RamMandirPranPratishta #GujaratFirst @narendramodi @myogiadityanath @ShriRamTeerth pic.twitter.com/HLfy3wkqh6
— Gujarat First (@GujaratFirst) January 20, 2024
આ પણ વાંચો—-સદીઓ બાદ માતા શબરીના મીઠા બોર પહોંચ્યા અયોધ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ