+

શું શાહિદની ફિલ્મ TBMAUJ ની લાગશે નૈયા પાર ? જાણો કેવા રહ્યા ફિલ્મના હાલ

Teri Baaton Mein Aisa Uljha Jiya Box Office Collection : શાહિદ કપૂર અને કૃતિ સનનની ફિલ્મ  Teri Baaton Mein Aisa Uljha Jiya હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. નોંધનીય છે કે આ…

Teri Baaton Mein Aisa Uljha Jiya Box Office Collection : શાહિદ કપૂર અને કૃતિ સનનની ફિલ્મ  Teri Baaton Mein Aisa Uljha Jiya હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનને પહેલીવાર સ્ક્રીન શેર કરી છે અને બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી દર્શકોને પસંદ આવી હોય તેવું તેની કમાણીના આંકડા જોઈને લાગી રહ્યું છે.

શાહિદ કપૂર અને કૃતિ સનન ( ફિલ્મ )

શાહિદ કપૂર અને કૃતિ સનન ( ફિલ્મ )

ફિલ્મની કમાણી વિષે વાત કરીએ તો વેલેન્ટાઈન ડેના અવસર પર ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો અને તેણે અનેક બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી. આ 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મોટા પડદા પર આવ્યા બાદ Teri Baaton Mein Aisa Uljha Jiya  ની શરૂઆત ધીમી રહી હતી પરંતુ ફિલ્મે સપ્તાહના અંતે તેની કમાણી વધારી હતી.

જાણો કેવા રહ્યા ફિલ્મના હાલ 

શાહિદ કપૂર અને કૃતિ સનનની આ ફિલ્મે પહેલા દિવસે 6.7 કરોડ રૂપિયા, બીજા દિવસે 9.65 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 10.75 કરોડ રૂપિયા, ચોથા દિવસે 3.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પાંચમા દિવસે 3.85 કરોડ રૂપિયા અને છઠ્ઠા દિવસે 6.75 કરોડ રૂપિયા. ફિલ્મના 7 માં દિવસની કમાણી પણ હવે સામે આવી છે. આ ફિલ્મે રિલીઝના 7માં દિવસે 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ 7 દિવસમાં ફિલ્મની કુલ કમાણી 44.60 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

શું Teri Baaton Mein Aisa Uljha Jiya  કરશે 100 કરોડનો આંકડો પાર ? 

teri baaton main aisa uljha jiya stills

teri baaton main aisa uljha jiya stills

 

Teri Baaton Mein Aisa Uljha Jiya ફિલ્મના worldwide collection ની વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 80.01 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ 100 કરોડના આંકડાને સ્પર્શવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. એવી અપેક્ષા છે કે ફિલ્મ સપ્તાહના અંત સુધીમાં આ માઈલસ્ટોન પાર કરી લેશે.

આ પણ વાંચો — શું Fighter ઈજાગ્રસ્ત થયો ? Hrithik Roshan એ શેર કર્યો આ ફોટો

 

 

Whatsapp share
facebook twitter