+

રિલીઝ પહેલા જ TERI BAATON MAIN AISA ULJHA JIYA ની આટલી TICKETS વેચાઈ..

શાહિદ કપૂરની આગામી ફિલ્મની ખૂબ જ ચર્ચા છે, ફિલ્મ ‘TERI BAATON MAIN AISA ULJHA JIYA ‘એ લોકોને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં અભિનેત્રી કૃતિ સેનન પણ જોવા મળશે. આ…

શાહિદ કપૂરની આગામી ફિલ્મની ખૂબ જ ચર્ચા છે, ફિલ્મ ‘TERI BAATON MAIN AISA ULJHA JIYA ‘એ લોકોને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં અભિનેત્રી કૃતિ સેનન પણ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને લઈને લોકોનો ઉત્સાહ વધી ગયો છે. આ પછી લોકો એક પછી એક ટિકિટ બુક કરાવી રહ્યા છે. એડવાન્સ બુકિંગ દ્વારા પણ આટલી કમાણી થઈ છે.

શાહિદ અને ક્રીતિની આ ફિલ્મ ‘TERI BAATON MAIN AISA ULJHA JIYA ‘ના એડવાન્સ બુકિંગ માટેની ટિકિટ વિન્ડો 6 ફેબ્રુઆરીએ ખોલવામાં આવી હતી. આ સાથે જ પહેલા દિવસની ફિલ્મ બુકિંગ રિપોર્ટ પણ આવી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, TERI BAATON MAIN AISA ULJHA JIYA ‘ને દેશભરમાં 4718 સ્ક્રીન્સ મળી છે.

28 હજાર કરતાં વધુ TICKETS  વેચાઈ 

એડવાન્સ બુકિંગમાં TERI BAATON MAIN AISA ULJHA JIYA ‘ના પહેલા દિવસે 28 હજાર કરતાં પણ વધુ ટિકિટ વેચાઈ છે. આ સાથે જ ફિલ્મે અત્યાર સુધી 57.72 લાખ રૂપિયાનો ગ્રોસ બિઝનેસ પણ કર્યો છે. નોંધનીય છે કે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ હજુ બે દિવસ ચાલુ રહેશે. તો ચોક્કસપણે આ સમયગાળા દરમિયાન, ફિલ્મના ઓપનિંગ કલેક્શનમાં વધારો થવાની ખાતરી છે.

રોબોટની પ્રેમ કહાની છે TERI BAATON MAIN AISA ULJHA JIYA 

ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં આર્યન એક કોમ્પ્યુટર એન્જિનિયર છે જે સિફ્રા રોબોટના પ્રેમમાં પડે છે. SIFRA એટલે સુપર ઇન્ટેલિજન્ટ ફીમેલ રોબોટ ઓટોમેશન. પ્રેમ કર્યા પછી આર્યનને ખબર પડી કે અભિનેત્રી એક રોબોટ છે. આ પછી, વાર્તામાં ઘણો વળાંક આવે છે અને આ પછી બીજી રસપ્રદ વાર્તા આવે છે. હવે ચાહકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

9 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

શાહિદ કપૂર અને કૃતિ સેનનની આગામી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં તમને જબરદસ્ત રોમાન્સ જોવા મળશે તેની સાથે કોમેડીનો જાદુ પણ છે. આ ફિલ્મમાં શાહિદ અને કૃતિની સાથે ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા અને અન્ય સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મના ગીતો પણ અદભૂત છે, દરેક ગીત રોમાન્સથી ભરપૂર છે.

આ પણ વાંચો — ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવા રણબીર કપૂર કરી રહ્યો છે આ ખાસ તૈયારી

Whatsapp share
facebook twitter