+

સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ DIL BECHARA નું આવશે સિક્વલ

DIL BECHARA SEQUEL : બોલીવુડના દિવંગત કલાકાર સુશાંત સિંહ રાજપૂતને આખરે કોણ ભૂલી શકે છે. સુશાંત હિન્દી સિનેમા જગતના સૌથી લોકપ્રિય અને પ્રતિભાવાન કલાકારમાંથી એક મનાતા હતા. વર્ષ 2020 માં…

DIL BECHARA SEQUEL : બોલીવુડના દિવંગત કલાકાર સુશાંત સિંહ રાજપૂતને આખરે કોણ ભૂલી શકે છે. સુશાંત હિન્દી સિનેમા જગતના સૌથી લોકપ્રિય અને પ્રતિભાવાન કલાકારમાંથી એક મનાતા હતા. વર્ષ 2020 માં તેમના નિધનના સમચારે સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ સુશાંત તેમના ચાહકોના દિલમાં હજી પણ એક મીઠી યાદ બનીને જીવંત છે. સુશાંતનો અભિનય, તેમનું વ્યક્તિત્વ, તેમનો સંઘર્ષ અને તેમની બુદ્ધિ ક્ષમતા હમેશા લોકોને યાદ રહેશે.

DIL BECHARA

DIL BECHARA

સુશાંતના નિધન બાદ તેમની ફિલ્મ DIL BECHARA ને OTT પ્લેટફોર્મમાં રિલીઝ કરવામાં આવી હતી, જે તેમની અંતિમ ફિલ્મ હતી.  DIL BECHARA ને લોકો તરફથી ઘણો હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. સુશાંતની આ છેલ્લી ફિલ્મ દરેકને રડાવી ગઈ હતી. આ ફિલ્મને મુકેશ છાબરા દ્વારા બનાવવામાં આવી હતી. હવે આ ફિલમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રોડ્યુસર મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

પ્રોડ્યુસર મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમજ વર્ષ 2020માં રિલીઝ થનારી ફિલ્મ ‘DIL BECHARA’ની સિક્વલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુકેશ છાબરાએ આ ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ જોન ગ્રીનની નોવેલ ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ પર આધારિત હતી. ફિલ્મ રિલીઝ થયાના વર્ષો પછી, ડિરેક્ટર મુકેશ છાબરાએ X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘દિલ બેચારા 2.’

ફિલ્મ ‘DIL BECHARA’ ની વાત કરીએ તો સુશાંત અને સંજના સિવાય સૈફ અલી ખાન, સસ્વતા ચેટર્જી, સ્વસ્તિકા મુખર્જી, સુનીત ટંડન, માઈકલ મુથુ, રાજી વિજય સારથી અને સુબ્બલક્ષ્મી જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, તેનું નિર્દેશન મુકેશ છાબરા દ્વારા કરવામાં આવ્યું હતું અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની વાર્તા શશાંક ખેતાન અને સુપ્રતિમ સેન ગુપ્તાએ લખી હતી. ‘દિલ બેચારા’માં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી બે ટર્મિનલ કેન્સર પેશન્ટ તરીકે છે જેઓ એક જ દુર્ઘટનાનો સામનો કરતી વખતે શ્રેષ્ઠ મિત્રો બની જાય છે.

આ પણ વાંચો — The Sabarmati Report- ગોધરાકાંડ પર હિન્દી ફિલ્મ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

More in :
Whatsapp share
facebook twitter