RANDEEP HOODA BJP ELECTION : સિનેમા જગત અને રાજનીતિનો સંબંધ નવો નથી. ઘણા લોકપ્રિય કલાકારો અત્યાર સુધી રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. ઘણા કલાકારને સફળતા પણ મળી છે અને ઘણા હાર્યા પણ છે. હવે આ યાદીમાં વધુ એક નામ હવે શામેલ થવા જઈ રહ્યું છે. એવા સમાચાર છે કે બોલીવુડના વીર સાવરકર એટલે કે રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આવનાર લોકસભા 2024 ની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. નોંધનીય છે કે, હાલમાં જ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ બહાર પાડી હતી.
હરિયાણાથી લોકસભા ચૂંટણી લડી શકે છે રણદીપ હુડ્ડા
રણદીપ હુડ્ડાના રાજનીતિમાં જોડાવવાના સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકો ઘણા ઉત્સાહિત છે. મળતી માહિતી મુજબ રણદીપ હુડ્ડા હરિયાણાથી લોકસભા ચૂંટણી લડી શકે છે. એવી ચર્ચા છે કે ભાજપ તેમને હરિયાણાની રોહતક બેઠક પરથી ટિકિટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રણદીપ પોતે પણ રોહતક સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે. તે મૂળ હરિયાણાના રોહતકનો છે. હાલમાં તે ક્યાંથી ચૂંટણી લડશે તેના પર હજુ સસ્પેન્સ છે.
હાલમાં ભાજપના અરવિંદ શર્મા રોહતકના સાંસદ
હરિયાણાની આ રોહતક બેઠક ઉપર હાલમાં ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ છે. ભાજપના અરવિંદ શર્મા રોહતકના સાંસદ છે. વર્ષ 2019 ના લોકસભાની ચૂંટણીમાં તેમણે 47 ટકાથી પણ વધુ મત મેળવીને કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડાને જોરદાર હાર આપી હતી. અરવિંદ શર્માએ રોહતક બેઠક પરથી કુલ 573,845 મત મેળવ્યા હતા.
2019 પહેલા કોંગ્રેસનો ગઢ હતો રોહતક
અહીં એ વાત નોંધનીય છે કે, રોહતક જિલ્લો પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનો ગઢ રહ્યો છે. વર્ષ 2019 પહેલા આ સીટ કોંગ્રેસના ખાતામાં હતી. તે દરમિયાન ભુપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા રોહતક બેઠક પરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે, પરંતુ આ વખતે એવી ચર્ચા છે કે કોંગ્રેસ આ બેઠક પરથી દીપેન્દ્ર હુડ્ડાને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ તરફથી રણદીપ હુડ્ડાનું નામ આગળ આવી રહ્યું છે.
આગામી ફિલ્મમાં રણદીપ બનશે ” વીર સાવરકર ”
Trailer ko mil raha hai Akhand Bharat ka Akhand pyaar aur sanmaan!
The trailer of #SwatantryaVeerSavarkar is trending at #1 on YouTube.
– https://t.co/SKRN0O0avxIn cinemas 22nd March. #VeerSavarkarOn22March#WhoKilledHisStory@ZeeStudios_ @RandeepHooda #AnkitaLokhande… pic.twitter.com/LhN3sBAhJD
— Randeep Hooda (@RandeepHooda) March 5, 2024
રણદીપ હુડ્ડા બોલીવુડના લોકપ્રિય કલાકારમાંથી એક છે. તેમણે પોતાની ફિલ્મી સફરમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે. તાજેતરમાં તેમની આવનારી ફિલ્મ “સ્વતંત્ર વીર સાવરકર” નું ટ્રેલર બહાર આવ્યું હતું. આ ટ્રેલરમાં રણદીપની એક્ટિંગના લોકો વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ હાલમાં ચર્ચાનો વિષય બની છે. “સ્વતંત્ર વીર સાવરકર” ક્રાંતિકારી નેતા વિનાયક દામોદર સાવરકરની બાયોપિક છે, જેમાં રણદીપ હુડ્ડા વિનાયક દામોદર સાવરકરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણદીપની સાથે અંકિત લોખંડે જોવા મળશે. આ ફિલ્મ 22 માર્ચે સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ હિન્દી અને મરાઠી એમ બે ભાષાઓમાં થશે રિલીઝ.
અહી ક્લિક કરો અને જુઓ ફિલ્મ “સ્વતંત્ર વીર સાવરકર” નું ટ્રેલર
આ પણ વાંચો : Swatantrya Veer Savarkar Trailer : રણદીપ હુડ્ડાના દમદાર ડાયલોગ્સ તમારા રૂંવાટા કરી દેશે ઉભા, જુઓ Video