+

રણબીર કપૂરની ANIMAL હવે નીકળી JAWAN કરતા આગળ, ફિલ્મે બીજા દિવસે કરી બમ્પર કમાણી

રણબીર કપૂરની ફિલ્મ ‘ANIMAL’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી હતી અને માત્ર બે દિવસમાં શાહરૂખ ખાનની ‘JAWAN’ને પછાડી દીધી છે. હા, તમે…

રણબીર કપૂરની ફિલ્મ ‘ANIMAL’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી હતી અને માત્ર બે દિવસમાં શાહરૂખ ખાનની ‘JAWAN’ને પછાડી દીધી છે. હા, તમે બરાબર વાંચ્યું, રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ઘરેલુ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણી કરનાર બીજી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ બની ગઈ છે.

ANIMAL નીકળી JAWAN કરતા આગળ, બીજા દિવસે પણ કરી બમ્પર કમાણી

Sacnilk.com ના એક રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’એ ભારતમાં પહેલા બે દિવસમાં 113.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ANIMAL એ પ્રથમ દિવસે 60 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી, હવે બીજા દિવસે પણ ફિલ્મે બમ્પર કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. ANIMAL  એ બીજા દિવસે પણ 60 કરોડ કરતા વધુ કમાણી કરતાં 67.27 કરોડની કમાણી કરી છે. જેમાં 58.37 કરોડની કમાણી હિન્દી ભાષામાં અને 8.90 કરોડ કમાણી અન્ય ભાષાઓમાં કરી છે. બીજા દિવસે હિન્દી ભાષામાં કમાણી કરવામાં ANIMAL એ જવાનને પાછળ છોડી છે. બીજા દિવસે જવાન ફિલ્મે 53.23 કરોડની જ કરી હતી, જ્યારે ANIMAL એ 58.37 કરોડની કમાણી કરી છે. આમ કરતાં બીજા દિવસની કમાણીના મામલે ANIMAL એ JAWAN, KGF 2, GADAR 2 અને TIGER 3 ને પાછળ છોડી છે.

બીજા દિવસની કમાણીમા ANIMAL નો દબદબો 

ANIMAL – 58.37 Cr

JAWAN – 53.23 Cr

KGF 2 – 46.79 Cr

GADAR 2 – 43 Cr

આ પણ વાંચો — પહેલા જ દિવસે ANIMAL બની રણબીર કપૂરના કરિયરની સૌથી સફળ ફિલ્મ, ફિલ્મે પહેલા દિવસે કરી કરોડોમાં કમાણી

Whatsapp share
facebook twitter