+

રાજકપુર-Till we love you

રાજકપુર એવા સર્જક હતા કે ફિલ્મ મેકીન્ગના તમામ પાસાની એમને ગજબની જાણકારી અને સૂઝ હતી. એમાય સંગીતમાં તો ખાસ.આરકેની તમામ ફિલ્મ્સના ગીતો કર્ણમધુર જ હોય. ફિલ્મ સંગમનાં તમામ ગીત તૈયાર…

રાજકપુર એવા સર્જક હતા કે ફિલ્મ મેકીન્ગના તમામ પાસાની એમને ગજબની જાણકારી અને સૂઝ હતી.
એમાય સંગીતમાં તો ખાસ.આરકેની તમામ ફિલ્મ્સના ગીતો કર્ણમધુર જ હોય.
ફિલ્મ સંગમનાં તમામ ગીત તૈયાર હતાં.રાજ અને વૈજયંતીના હનીમુનનાં દ્રશ્યોનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક તૈયાર થઇ રહ્યું હતું.શંકર જયકિશન એમાં વ્યસ્ત હતા.આ દરમ્યાન જયકિશન
એક સાંજે ચર્ચગેટ સ્ટેશન પાસે ગેલોર્ડ હોટેલમાં ગયા.ત્યાં ઓરકેસ્ટ્રામાં એક ગીત સાંભળ્યું.એ ગીતમાં I love youનો ઉપયોગ થયેલો જે ગાયકે બખૂબી ગયેલો.જયકિશને ગાયક વિષે જાણી લીધું.એ હતો
વિવિયન લોબો.મૂળે ગોવાનીઝ. આ વાત એમણે શંકરજીને કરી.રાજસાહેબ સાથે પણ વાત થઇ.એક વાત કોમન હતી કે કોઈ પણ માણસ બીજી ભાષા શીખે તો આઈ લવ યુ નું ભાષાન્તર જ શીખે…બસ,ત્રણેય ગેલોર્ડમાં ફરી ગયા.વિવિયન લોબો પાસેથી એ ગીત સાંભળ્યું.
નિત્યક્રમ પ્રમાણે આરકે સ્ટુડીઓમાં રાત્રે બેઠક જામી.ગીત વિષે જ વાત નીકળી.જે જીવ પોતાની કૃતિને જ જીવે એ જ સાચો કલાકાર કસબી.

રાજસાહેબે એક વાત કહી કે આઈ લવ યુ ને જ બીજી ભાષાઓમાં લઇ ગીત કેમ ન બને? અને કામ ચાલુ થયું.
અંગ્રેજીનું I love you…ફારસીનું ઈશ્ક ઈશ્ક.રશિયનનું યા લ્યુ લ્યુબાસ..જર્મનનું ઇસ લીબી ડીસ લઇ ગીત બન્યું…અને કહી શકાય કે સંગમના બધાં જ ગીતો કરતાં આ ગીત માસ્ટરપીસ બન્યું…


આર.કે.બેનરમાં રણધીરકપુર ધરમકરમ બનાવે.એનાં ગીતોનું રેકોર્ડીંગ ચાલે.આર.ડી.બર્મન રણધીરના ખાસ મિત્ર એટલે સંગીતકાર એ જ હોય.

ત્રણ ગીત તૈયાર થયાં.ચોથાગીતમાં ગીતનો એક પાર્ટ રાજકપુર પર ફિલ્માવાનો હતો.ગીત તૈયાર થયું.રણધીરે આરડીને ગીત ફાઈનલ કરતાં પહેલાં પપ્પાને એક્વાર સંભળાવવાનું કહ્યું.આરડીને આ ન ગમ્યું.બહુ દલીલબાજી થઇ. એક તબક્કે તો આરડીએ રણધીરને કહી પણ દીધું કે : જા બીજા કોઈ પાસે સંગીત કરાવ..આરડીની જીદના કારણની ખબર પડી ત્યારે રણધીર પણ ચોંકી ગયો.આરડી ગુરુદત્ત જેવા જીનીયસ ડાયરેકટર સાથે કામ કરી ચૂક્યા હતા.એ કોઈ પણ ગીત ફાઈનલ કરતાં પહેલાં ઘણા ફેરફાર કરાવતા હતા…એ થયા પછીય ઘણીવાર એ બદલાવતા.આરકેની પણ એમને એ જ બીક હતી.

રણધીરકપુરે એમને સમજાવ્યા અને રાજસાહેબને ગીત સાંભળવા બોલાવ્યા.આરકે આવ્યા.ગીત પૂરી તલ્લીનતાથી સાંભળ્યું.એ આરડીને બાથભરી ભેટ્યા.આરકેએ કહ્યું કે આ ગીત હીટ થશે.એ ગીત હતું:ઇક દિન બીક જાયેગા માટી કે મોલ…

Whatsapp share
facebook twitter