+

સલાર બાદ પ્રભાસ હવે નહીં કરે કોઈ ફિલ્મોમાં કામ, જાણો શું છે કારણ

સલાર બાદ પ્રભાસ શું કરશે  :  દક્ષિણ ભારતની ફિલ્મોને જો કોઈએ વૈશ્વિક સ્તર સુધી લઈ ગયું હોય તો તે પ્રભાસ જ છે. બાહુબલી ફિલ્મ ફક્ત પ્રભાસ અને રાજામૌલી માટે જ…

સલાર બાદ પ્રભાસ શું કરશે  :  દક્ષિણ ભારતની ફિલ્મોને જો કોઈએ વૈશ્વિક સ્તર સુધી લઈ ગયું હોય તો તે પ્રભાસ જ છે. બાહુબલી ફિલ્મ ફક્ત પ્રભાસ અને રાજામૌલી માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતની ફિલ્મ ઇંડસ્ટ્રી માટે ફળરૂપ સાબિત થઈ હતી. બાહુબલી ફિલ્મ બાદ પ્રભાસની મોટા ભાગની ફિલ્મો લોકોનું દિલ જાતવામાં અસફળ રહી હતી.

પરંતુ વર્ષ 2023 માં આવેલ ફિલ્મ SALAAR ફિલ્મે તો બોક્સ ઓફિસ ઉપર તબાહી મચાવી હતી, આ ફિલ્મથી પ્રભાસે જોરદાર કમબેક કર્યું હતું. પરંતુ સફળતાના શિખર ઉપર આવ્યા બાદ પ્રભાસ બ્રેક લઈ રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

સલાર બાદ પ્રભાસ લેશે બ્રેક 

પ્રભાસ

પ્રભાસ

પ્રાપ્ત થતી માહિતી મુજબ પ્રભાસ SALAAR  મળેલ સફળતાથી પ્રભાસ ઘણા ખુશ છે. પરંતુ હવે તેઓ પોતાના મન અને કૌશલ્યને તાજું કરવા માટે બ્રેક લેવા માંગે છે. રિપોર્ટ અનુસાર, પ્રભાસ થોડા સમય માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માંગે છે અને હવે તે માર્ચ 2024 માં કામ પર પરત ફરશે. જો કે, પ્રભાસ અથવા તેના પક્ષ દ્વારા અભિનયના વિરામ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી માત્ર અહેવાલો જ આ દાવો કરતા જોવા મળી રહ્યા છે.

પ્રભાસની આગામી ફિલ્મો

પ્રભાસ (પ્રભાસ કલ્કી 2898 એડી) ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ‘સલાર પાર્ટ 1’ પછી નાગ અશ્વિનની ફિલ્મ કલ્કી ‘2898 એડી’માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, માલવિકા મોહન, નિધિ અગ્રવાલ સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળશે. ‘કલ્કી 2898 એડી’ ઉપરાંત પ્રભાસની બકેટમાં ‘રાજા સાબ’, સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ અને ‘સલાર પાર્ટ 2’ પણ સામેલ છે.

આ પણ વાંચો — કરોડપતિ છે Munawar Faruqui, રાજા જેવી લાઈફ સ્ટાઈલ છે ફારુકીની

Whatsapp share
facebook twitter