+

પહેલા જ દિવસે ANIMAL બની રણબીર કપૂરના કરિયરની સૌથી સફળ ફિલ્મ, ફિલ્મે પહેલા દિવસે કરી કરોડોમાં કમાણી

રણબીર કપૂરની ફિલ્મ ANIMAL નો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ગદર 2, ટાઈગર 3…

રણબીર કપૂરની ફિલ્મ ANIMAL નો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ગદર 2, ટાઈગર 3 અને રિતિક રોશનની ફિલ્મ વોરના રેકોર્ડ તોડી નાખ્યા હતા. આવી સ્થિતિમાં એનિમલના પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

રણબીર કપૂરની આ ફિલ્મ પઠાણ અને જવાનના પહેલા દિવસના કલેક્શનને તોડવામાં સફળ થઈ શકી નથી. જોકે, ANIMAL ફિલ્મ એ GADAR 2, JAILER, TIGER 3 સહિત આ વર્ષની ઘણી વધુ કમાણી કરનાર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, એનિમલે ભારતમાં પ્રથમ દિવસે 60 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. જો ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી ઉમેરવામાં આવે તો રણબીર કપૂરની ફિલ્મે પહેલા દિવસે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

જ્યારે પઠાણે વિશ્વભરમાં રૂ. 105 કરોડ અને જવાને રૂ. 129 કરોડમાં ઓપનિંગ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ANIMAL ને સેન્સર બોર્ડ તરફથી ‘A’ સર્ટિફિકેટ મળ્યું છે. અર્જુન રેડ્ડી અને કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકેલા સંદીપ રેડ્ડી વાંગા દ્વારા ANIMAL નું નિર્દેશન કરવામાં આવ્યું હતું. જ્યારે રણબીર કપૂરનો ANIMAL લૂક વાયરલ થયો ત્યારે તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આટલું જ નહીં ફિલ્મના ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ પણ બમણો કરી દીધો હતો.

રણબીર કપૂરની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની ANIMAL 

Image

એનિમલ સરળતાથી રણબીર કપૂરની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર છે. ફિલ્મે તેના શરૂઆતના દિવસે તમામ ભાષાઓમાં કુલ રૂ. 63.80 કરોડની કમાણી કરી હતી.

ANIMAL — રૂ. 63.80 કરોડ

BRAHMASHTRA PART ONE : SHIVA — રૂ. 36.42 કરોડ

SANJU — રૂ. 34.75 કરોડ

YEH JAWANI HAI DEEWANI — રૂ.19.45 કરોડ

ROCKSTAR — રૂ. 10.60 કરોડ

આ પણ વાંચો — નાના પડદા પર એકવાર ફરી આ કોમેડી જોડી મળશે જોવા, જુઓ Video

Whatsapp share
facebook twitter