+

અમિતાભ બચ્ચનના ડરથી બાથરૂમમાં સંતાયા મનોજ બાજપેયી

મનોજ બાજપેઈ એક સશક્જોત અભિનેતા.સીલમ ‘સત્યા’થી બોલીવુડે એમની નોંધ લેવી પડી. મનોજ બાજપેયી બોલીવુડના અનુભવી અભિનેતા છે. વેબ સિરીઝ હોય કે બોલિવૂડની ફિલ્મો, તેનો અભિનય જોયા પછી દર્શકો પોતાની જાતને…

મનોજ બાજપેઈ એક સશક્જોત અભિનેતા.સીલમ ‘સત્યા’થી બોલીવુડે એમની નોંધ લેવી પડી.

મનોજ બાજપેયી બોલીવુડના અનુભવી અભિનેતા છે. વેબ સિરીઝ હોય કે બોલિવૂડની ફિલ્મો, તેનો અભિનય જોયા પછી દર્શકો પોતાની જાતને અભિનેતાની પ્રશંસા કરતા રોકી શકતા નથી. 1994માં બેન્ડિટ ક્વીનથી ડેબ્યૂ કરનાર મનોજ બાજપેયીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે.

NSDમાં ત્રણ ત્રણ વાર પ્રવેશ પરિક્ષામાં રીજેક્ટ થયા.બિહારના ચંપારણ જીલ્લાના નાના ગામ બેતિયાથી આવતો આ ખેડૂતપુત્ર તો ય હિમત હાર્યો નહિ.બેરી જ્હોન દિલ્હીમાં નાટ્ય ગૃપ ચલાવે. બેરી જ્હોન સાથે જોડાયા અને રંગભૂમિ પર એવું તો કાઠું કાઢ્યું કે જે NSDએ ત્રણ ત્રણવાર પ્રવેશને લાયક નહોતા ગણ્યા એ જ સંસ્થામાં એ પ્રોફેસર બન્યા પછી તો એ મુમાંબી આવ્યા અને ફિલ્મ ‘સત્યા’થી એ સફળ કલાકારોના લીસ્ટમાં આવી ગયા.

પ્રમોશન દરમિયાન કર્યો ખુલાસો
ધ ફેમિલી મેન જેવી શ્રેણી અને સત્યા, સિર્ફ એક બંદા કાફી હૈ જેવી યાદગાર ફિલ્મો આપનાર મનોજ બાજપેયીએ ટૂંક સમય ‘ઝોરમ’ લઇ  સિનેમાઘરોમાં આવી રહ્યા છે. દેવાશિષ દિગ્દર્શિત તેની ફિલ્મ જોરમ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ઝોરમ વિષે વાત કરતાં  તેમણે અમિતાભ બચ્ચન સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો.
Zee5 પર રીલિઝ થયેલી તેમની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ‘ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે આ ફિલ્મ પછી, મનોજ બાજપેયી ટૂંક સમયમાં જ તેમની આગામી ફિલ્મ ‘ઝોરમ’ સાથે દર્શકો માટે પાછા ફરવાના છે,

અમિતાભ બચ્ચનને જોઈને મનોજ બાજપેયી બાથરૂમમાં સંતાઈ ગયા હતા
જોરમના પ્રમોશન દરમિયાન મનોજ બાજપેયીએ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી એક ઘટના પણ જણાવી હતી, જે ખૂબ જ ફની હતી. આ વાતચીતમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે અમિતાભ બચ્ચનને જોઈને બાથરૂમમાં કેમ સંતાઈ ગયો, તો અભિનેતાએ જવાબ આપ્યો અને કહ્યું,

“હું અમિતાભ બચ્ચનને ટાળતો હતો કારણ કે તે આટલા મોટા અભિનેતા છે અને તેમને જોયા પછી, અમે પણ અભિનેતા બનવાનું વિચારી લીધું હતું. તે અમારી ફિલ્મ ‘સત્યા’ જોઈ રહ્યો હતો અને હું વિચારી રહ્યો હતો કે તેને અમારી ફિલ્મ કેવી ગમશે. તેથી તેનાથી બચવા માટે. તેને, હું બાથરૂમમાં ગયો. જ્યારે હું બહાર આવ્યો, મનમાં ડર હતો કે બીગબીને ફિલ્મ કેવી લાગી હશે? મારો ડર ખોટો પડ્યો.એ ઉભા થયા અને મને ભેટી પડ્યા અને અભિનંદન આપ્યા. મારી જિંદગીની એ એક અદ્ભુત ક્ષણ હતી.’

મનોજ બાજપેયીની ‘જોરમ’ તાંડવ-ભોસલે પછી દેવાશિષ સાથેની ત્રીજી ફિલ્મ છે. અભિનેતાએ કહ્યું કે જ્યારે તે ફિલ્મની વાર્તા વાંચી રહ્યો હતો ત્યારે તેને માત્ર એક જ વાતનો ડર હતો કે આ બાળકી સાથે શુટિંગ કેવી રીતે થશે. અભિનેતાએ કહ્યું, “તે ખૂબ જ મુશ્કેલ કામ હતું,  હાર્નેસ પહેરીને 30-40 ફૂટથી કૂદવાનું  હતું. આ એક નાની છોકરી છે, જોખમ વિના કેવી રીતે શૂટિંગ કરવું? પણ શુટિંગ થયું એ ઉપરવાળાની મહેરબાની.

 નાની બાળકીની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને બાળકી સાથે શૂટિંગ કરવામાં ખૂબ જ મજા આવી હતી.આપને જણાવી દઈએ કે ‘ઝોરમ’ને સેન્સર બોર્ડે કોઈપણ કટ વગર U/A સર્ટિફિકેટ આપીને પાસ કરી દીધી છે અને ફિલ્મને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવી છે. ઘણી પ્રશંસા પણ મળી છે. આ ફિલ્મ 8 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: વહીદા રેહમાન-મારે ગયે ગુલફામ 

Whatsapp share
facebook twitter