+

રિલિઝ પહેલા જ ANIMAL ફિલ્મ વિવાદમાં, કોપી કરવાનો લાગ્યો આરોપ

રણબીર કપૂરની આવનારી ફિલ્મ ANIMAL વર્ષ 2023ની મોટી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે, જે જોવામાં ઘણું દમદાર લાગી રહ્યું છે. ટ્રેલર…

રણબીર કપૂરની આવનારી ફિલ્મ ANIMAL વર્ષ 2023ની મોટી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે, જે જોવામાં ઘણું દમદાર લાગી રહ્યું છે. ટ્રેલર એકદમ અદભૂત છે અને રણબીર કપૂરનો ઇન્ટેન્સ લુક ખૂબ જ પ્રભાવશાળી લાગી રાહયો છે. ટ્રેલર જોયા પછી આપણે સ્વીકારવું પડશે કે રણબીર કપૂરે ANIMAL માટે ખૂબ જ મહેનત કરી  છે. પરંતુ હવે  આ ફિલ્મના એક દ્રશ્યની નકલ કરવાનો આરોપ લાગ્યો છે.

Animal Pre-Teaser Out: Ranbir Kapoor Nails In Never-Before-Seen Bloody Avatar | Entertainment News, Times Now

આ ફિલ્મમાંથી કરાઇ છે કોપી 

Oldboy at 20: How Park Chan-wook Created the Film That Kickstarted the Korean Wave – The Hollywood Reporter

એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર એનિમલમાં gandasa ચલાવતો સીન હોલીવુડની ફિલ્મ ‘ઓલ્ડ બોય’માંથી કોપી કરવામાં આવ્યો છે. જો કે, હોલીવુડ મૂવીમાં ન તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, ન તો આ હોલીવુડ મૂવીમાં જોવા જેવી સિનેમેટિક સ્ટાઈલ છે. ખૂબ જ સરળ રીતે, હીરો લોકોને મારી નાખે છે અને વિજય પ્રાપ્ત કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે રણબીરની ફિલ્મના આ સીનને અહીંથી કોપી કરવામાં આવ્યો છે.

નકલ કરવાનો આરોપ

ANIMAL ની વાત કરીએ તો આ સીનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવામાં આવ્યું છે અને ત્યાં હાજર લોકો ફેન્સી હેડગિયર પહેરે છે. તેમજ રણબીર કપૂર લાંબા વાળ સાથે જોવા મળે છે અને તેની આંખોમાં ગુસ્સો પણ જોવા મળે છે. આ સીનને અદ્ભુત સિનેમેટિક સ્ટાઈલ આપવામાં આવી છે. જો કે બંને ફિલ્મો સંપૂર્ણપણે સમાન નથી, પરંતુ માત્ર એક સીનને કારણે ‘ ANIMAL’ પર હોલીવુડની ફિલ્મની નકલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો — Animal Trailer : ખૂંખાર અવતારમાં જોવા મળ્યો એક્ટર રણબીર કપૂર, ફિલ્મ છે એક્શનથી ભરપૂર, દમદાર ટ્રેલર રિલીઝ…

Whatsapp share
facebook twitter