+

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ : Convocation Parade Ceremony

ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૨૬૧ બિન હથિયારી PSI, ૪૮ હથિયારી PSI અને ૨૩ ઇન્ટેલિજન્સ ઓફિસર મળી ૩૩૨ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ(Convocation…

ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૨૬૧ બિન હથિયારી PSI, ૪૮ હથિયારી PSI અને ૨૩ ઇન્ટેલિજન્સ ઓફિસર મળી ૩૩૨ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ(Convocation Parade Ceremony) યોજાયો  હતો.

ગૌરવવંતી ફોર્સમાં જોડાવવાનું ગર્વ તમારી પરેડના પ્રત્યેક કદમ પર ઝળકતું હતું

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. ગુજરાત પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર સાંભળવામાં જ શ્રેષ્ઠ નથી, કુદરતી આપત્તિઓ અને હોનારતના સમયે ફ્રન્ટ ફૂટ પર કામ કરી અનેક જીવન બચાવનાર ફોર્સ છે. આ ગૌરવવંતી ફોર્સમાં જોડાવવાનું ગર્વ તમારી પરેડના પ્રત્યેક કદમ પર ઝળકતું હતું. પોલીસ દળને કરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનની ભાવના અભિનંદનીય છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્તમાન ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે જ, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી હોવાથી બંનેનો સમન્વય પોતાની કામગીરીમાં કરવા મંત્રીશ્રીએ સૌ દિક્ષાર્થીઓને સૂચન કર્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ૩૩૨ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ(Convocation Parade Ceremony) યોજાઈ.

દિક્ષાંત સમારોહમાં ૨૬૧ બિન હથિયારી PSI, ૪૮ હથિયારી PSI અને ૨૩ ઇન્ટેલિજન્સ ઓફિસર તાલિમાર્થીઓને દિક્ષા અપાઇ

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓને Convocation Parade Ceremony પ્રસંગે ટ્રોફીથી નવાજ્યા

Whatsapp share
facebook twitter