+

શું Rashmika અને Vijay બનવા જઈ રહ્યા છે જીવનસાથી ?

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડમાં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતનાર Rashmika Mandanna આ દિવસોમાં તેની તાજેતરની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી અને લાખો…

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડમાં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતનાર Rashmika Mandanna આ દિવસોમાં તેની તાજેતરની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી અને લાખો લોકો Rashmika Mandanna ની સુંદરતા અને અભિનયથી મંત્રમુગ્ધ થયા હતા. નાની ઉંમર હોવા છતાં તેણે સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી છે. અભિનેત્રી સતત અલગ-અલગ કારણોસર ચર્ચામાં રહે છે અને હાલમાં રશ્મિકા તેના અંગત જીવન સાથે જોડાયેલી બાબતોને લઈને હેડલાઈન્સમાં છે.

 

 

હવે પ્રાપ્ત થતી માહિતી મુજબ Rashmika Mandanna ની ટૂંક સમયમાં Engagement થવા જઈ રહી છે. રશ્મિકા તેના સહ કલાકાર વિજય દેવરકોંડા સાથે સંબંધમાં બંધાવા જઈ રહી છે. રશ્મિકા અને વિજય ગીતા ગોવિન્દમ અને ડિયર કોમરેડ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની જોડીને ઓન સ્ક્રીન ઘણી પસંદ પણ કરવામાં આવી છે.

શું રશ્મિકા મંદન્ના સગાઈ કરવા જઈ રહી છે ?

Rashmika Vijay

Rashmika Vijay

લાંબા સમયથી રશ્મિકા મંદન્નાનું નામ સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોડાઈ રહ્યું છે, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હવે આ કપલને લઈને એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રશ્મિકા મંડન્ના અને વિજય દેવરાકોંડા તેમના સંબંધોને જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છે.

Rashmika Vijay

Rashmika Vijay

રશ્મિકા અને વિજય આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં સત્તાવાર રીતે તેમની સગાઈની જાહેરાત કરી શકે છે. જો કે, બંને સ્ટાર્સે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. રશ્મિકા અને વિજયની સંભવિત સગાઈના સમાચારે તેમના ચાહકોને રોમાંચિત કર્યા છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અગાઉ રશ્મિકા સાઉથના આ અભિનેતાને ડેટ કરતી હતી

નોંધનીય છે કે, રશ્મિકા મંદન્ના પહેલા સાઉથના ફેમસ સ્ટાર રક્ષિત શેટ્ટી સાથે રિલેશનશિપમાં હતી. અભિનેત્રીએ તેની સાથે સગાઈ પણ કરી લીધી, પરંતુ દુર્ભાગ્યવશ, તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં, જેના કારણે બ્રેકઅપ થઈ ગયું.

આ પણ વાંચો — Lakshadweep vs Maldives : જાણો Big B એ કેમ કહ્યું- ‘અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો…’

આ પણ વાંચો —Javed Akhtar ની ટિપ્પણી ઉપર ANIMAL ની ટીમે આપ્યો આ સણસણતો જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter