દિન વિશેષ
અભિજીત: ૧૧:૫૦ થી ૧૨:૩૪
રાહુકાળ : ૧૨:૧૧થી ૧૩:૩૬ સુધી
વિજય મૂહુર્ત : ૧૪:૧૫ થી ૧૫:૦૦ સુધી
મેષ (અ,લ,ઈ)
તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે
વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથે વાદવિવાદ અટકશે.
તમને માનસિક શાંતિ મળશે.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ભાર્ગવાય નમ:||
વૃષભ (બ,વ,ઉ)
મિલકત સંબંધિત કામ થશે, કાર્યક્ષેત્રમાં સિનિયરનો સહયોગ મળશે
આજે મહત્વપૂર્ણ આત્મ વિશ્વાસ સાથે નિર્ણય લઈ શકો છો
શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે
તમને નવી જવાબદારી મળી શકે છે.
ઉપાય : આજે ઉમ્બરાની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: ભર્ગવાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ સામાન્ય રહેશે.
આર્થિક ક્ષેત્રમાં તમે થોડી નિરાશા અનુભવી શકો છો.
આપ સિદ્ધાંતોને વળગી રહેશો અને આપ ને અનુકુળ વાતાવરણ બની રહેશે.
તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો
ઉપાય : આજે આનંદ ના ગરબાનો પાઠ કરવો
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ ||
કર્ક (ડ,હ)
વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે.
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહેશે.
સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં લાભ થશે.
સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે.
ઉપાય : ખીર નુ સેવન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રાનનાય નમઃ ||
સિંહ (મ,ટ)
જરૂરી કામ બનવાથી લાભની તકો મળશે.
અટકેલા ધનની પ્રાપ્તિ થશે.
ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા રહેશે.
બધાં કામ સરળતાપૂર્વક પાર પડતાં જણાશે.
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ આદિલક્ષ્મ્યૈ નમઃ||
કન્યા (પ,ઠ,ણ)
કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે.
ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદ થવા ની સમ્ભાવના છે.
સ્પર્ધકો તેમના માથા પાછળ કરી શકે છે.
સરકારી કામમાં અડચણ આવી શકે છે.
ઉપાય : આજે મગ નુ દાન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ ત્રિપુરસુંદર્યૈ નમઃ ||
તુલા (ર,ત)
આજનો દિવસ આધ્યાત્મિક રીતે અનોખો દિવસ હોઈ શકે છે.
મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થશે, સરકારનો સહયોગ મળશે.
તમારે બિનજરૂરી ખર્ચ કરવો પડશે, જેનાથી નાણાકીય પરેશાની થઈ શકે છે.
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો યોગ છે.
ઉપાય : ગુલાબજળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ હ્રિં શ્રીયૈ નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
સખત મહેનતથી સફળતા મળશે અને તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો.
વિકાસ કાર્યોમાં સફળતા મળશે, ઓફિસમાં અધિકારીઓ સહકાર આપશે.
આકસ્મિક સંપત્તિ નો લાભ મળવા પાત્ર છે.
લગ્નજીવન વિશેષ આનંદદાયક રહેશે. પ્રિયજનો સાથે સમય પસાર થશે.
ઉપાય : સુંદરકાણ્ડ નો પાઠ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દયારૂપાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્યમાં સફળતા અને કીર્તિ અને ભાગ્યની સંભાવના રહેશે.
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.
તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો.
આજે ખર્ચમાં વધારો થશે.
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||
મકર (ખ,જ)
નાણાકીય બાજુ મજબૂત રહેશે, પરંતુ લેવડ-દેવડમાં સાવધાની રાખો.
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે. તેથી તમારે સતર્ક રહેવાની જરૂર છે.
તમારી વાણી પર સંયમ રાખો અને બીજાની વાતને અવગણવાનો પ્રયાસ કરો.
ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવા થી તમે શાંતિ નો અનુભવ કરશો
ઉપાય : ગુલાબી વસ્ત્ર નુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ||
કુંભ (ગ,શ,સ,ષ)
કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધશે.
ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી સાબિત થશે.
તમારું કામ જાતે કરી લો. બીજા પર ભરોસો રાખવો યોગ્ય નથી.
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચૈ||
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે.
તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેશો.
સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેમના દ્વારા લાભ થશે.
સ્પર્ધકોને હરાવશે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||