+

આ રાશિના જાતકોને આજે મળી શકે છે સારા સમાચાર

તારીખ :૨૯ નવેમ્બર ૨૦૨૩, બુધવાર તિથિ : કારતક વદ બીજ નક્ષત્ર : મૃગશિર્ષ યોગ : સાધ્ય કરણ : વણિજ રાશિ :મિથુન (ક,છ,ઘ) દિન વિશેષ રાહુકાળ : ૧૨:૨૮ થી ૧૩:૪૯ સુધી…

તારીખ :૨૯ નવેમ્બર ૨૦૨૩, બુધવાર
તિથિ : કારતક વદ બીજ
નક્ષત્ર : મૃગશિર્ષ
યોગ : સાધ્ય
કરણ : વણિજ
રાશિ :મિથુન (ક,છ,ઘ)

દિન વિશેષ

રાહુકાળ : ૧૨:૨૮ થી ૧૩:૪૯ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૧૩ થી ૧૪:૫૭

મેષ (અ,લ,ઈ)

સ્વ-સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરો. કરિયરમાં તમને સન્માન મળશે.
નકારાત્મક લોકોથી અંતર રાખો.
તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
નોકરી કરતા લોકોને કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે.
ઉપાય : ગણેશજી ને દુર્વા અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

ચંદ્ર ગોચરના સકારાત્મક પ્રભાવને કારણે તણાવનું સ્તર ઘટશે.
મનમાં નકારાત્મક વિચારો નહીં આવે જેથી સુખ અને સૌભાગ્યમાં વધારો થશે.
સ્વાસ્થ્યમાં સુધારો થશે,
જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે અને પ્રેમ સંબંધ મજબૂત થશે.
ઉપાય : ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : આછો લીલો
શુભમંત્ર : ૐ હ્રીં ક્લીં શ્રીં ||

મિથુન (ક,છ,ઘ)

કાર્યસ્થળ પર આપના સમયનો પૂરતો સદ ઉપયોગ કરવો.
વિદેશી કંપનીઓમાં પૈસા રોકવાણ માટે આ સમય શુભ નથી.
વિદ્યાર્થીઓએ માટે વધુ મહેનત કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થશે.
લાંબા સમય સુધી બેસીને કામ કરનારાઓ ને સ્વાસ્થ્ય ની કાળજી રાખવી.
ઉપાય : રેસાવાળા શાક્ભાજી નુ સેવન કરવુ
શુભરંગ : ઘેરો લીલો
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

કર્ક (ડ,હ)

તમને તમારી કારકિર્દીમાં પ્રગતિની અદ્ભુત તકો મળશે.
તમારા કાર્યની પ્રશંસા થશે.
તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે.
તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે જેથી તમારું મન પ્રસન્ન રહેશે
ઉપાય : શિવાર્ચન કરવુ
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ ચંદ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

ઉચ્ચ અધિકારીઓ સાથે નિડરતા થી પોતાની વાત રજુ કરવી લાભ આપશે.
ખાણી-પીણીના કામ મા ગ્રાહકોની લાગણી ની કદર કરવી.
સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ
આજે વ્યાપાર શુભ સાબિત થઈ શકે છે.
ઉપાય : સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ : આછો રાખોડી
શુભમંત્ર : ૐ મરિચયે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આળસને કારણે કામમા ઢીલાસ ન કરવી અન્યથા ઠપકો મળી શકે છે
આજે બિનજરૂરી તણાવ લેવાનું ટાળવું જોઈએ, મન શાંત રાખવુ.
આજે મોટા ભાઈ ,બહેન તરફથી સ્નેહ અને માર્ગદર્શન મળી શકે છે.
માનસિક અને શારીરિક આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.
ઉપાય : વિષ્ણુ ભગવાને તુલસિ ચડાવવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શ્રિ નિધયે નમઃ ||

તુલા (ર,ત)

આજે તમારા કરિયરમાં પ્રગતિ થશે.
તમારી આવક વધારવાના નવા રસ્તાઓ બનશે,
તમને રોકાણથી આર્થિક લાભ મળશે,તથા પૈતૃક સંપત્તિ મળી શકે છે,
ભાગ્ય તમારો સાથ આપશે, જીવનની બધી સમસ્યાઓ દૂર થશે.
ઉપાય : સ્ત્રીઓ નુ સમ્માન જાળવવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ નારાયણ વલ્લભાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે પૂર્વ આયોજિત કાર્યમાં ફેરફાર થવાથી મૂડ ખરાબ થઈ શકે છે.
યુવાનોએ ખર્ચ અને રોકાણ વચ્ચે તાલમેલ જાળવવો જોઈએ
તમે કેટલીક ઘરેલું સમસ્યાઓથી ચિંતિત રહેશો,
સમસ્યા ના સમાધાન માટે વિના વડીલોનું માર્ગદર્શન લો.
ઉપાય : શિવજીને ચંદનયુક્ત ચોખા અર્પણ કરવા
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે સારા સમાચાર પ્રાપ્ત થશે અને, ઘરમાં સુખદ વાતાવરણ રહેશે,
અચાનક આર્થિક લાભ થવાથી માનસિક તણાવ દૂર થશે,
લગ્ન નક્કી થઈ શકે છે,
બાકી રહેલા પૈસા પાછા આવશે અને સંપત્તિમાં વધારો થશે,
ઉપાય : ગાય ને ઘાસ પધરાવવુ
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

મકર (ખ,જ)

વ્યાપારીઓએ પોતાનું નેટવર્ક સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું પડશે,
ધંધાકીય બાબતોમાં સતર્ક રહેવું પડશે, નહીં તો તેમને નુકસાન થઈ શકે છે.
પરિવારના સભ્યો પર બિનજરૂરી રીતે ગુસ્સો ન કરવો.
નાના બાળકો ને ઈજા થવાની સંભાવના હોય છે,
ઉપાય : રામ રક્ષા સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ ઇશાનાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

રિયલ ઇસ્ટેત મા કામ કરનારા માટે આજનો દિવસ મોટો લાભ લાવશે,
યુવાનોએ આળસથી દૂર રહેવું તમારી ક્ષમતાઓ પર પૂર્ણ વિશ્વાસ રાખો.
માનસિક મૂંઝવણ અને તણાવથી પણ દૂર રહેવું જોઈએ.
થોડી વાર તમારી માતા સાથે બેસો જેથી તમે ખુશીનો અનુભવ કરી શકો.
ઉપાય : પક્ષીઓને ચણ નાંખવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ પશુપતયે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે.
રોકાણની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી,
સાસરિયાઓ તરફથી લાભ મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે.
ઉપાય : હળદરયુક્ત જળ થી શ્રી યંત્ર પર અભિષેક કરવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ બુધાય નમઃ ||

Whatsapp share
facebook twitter