+

Mukesh Ambani : ‘અનંતમાં હું મારા પિતા ધીરુભાઈને જોઉં છું…’, મુકેશ અંબાણીએ કેમ કહ્યું આવું?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા, અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા, અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં થઈ રહ્યું છે. આ સેલિબ્રેશનનું ઉદ્ઘાટન કરતાં મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે હું જ્યારે પણ અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને અતિથિ તરીકે સંબોધીએ છીએ. આપણે અતિથિ દેવો ભવ કહીએ છીએ, જેનો અર્થ થાય છે કે અતિથિ ભગવાન સમાન છે. તમે બધાએ આ લગ્નનું વાતાવરણ મંગલમય બનાવ્યું છે.

તેમણે કહ્યું કે આજે અનંત અને રાધિકા જીવનભરની ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે. આજે મારા પિતા ધીરુભાઈ અમને સ્વર્ગમાંથી આશીર્વાદ આપી રહ્યા છે. મને ખાતરી છે કે તે આજે ખૂબ જ ખુશ હશે કારણ કે આપણે તેમના સૌથી પ્રિય પૌત્ર અનંતના જીવનની સૌથી ખુશીની ક્ષણની ઉજવણી કરી રહ્યા છીએ. મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે જામનગર મારા પિતા અને મારા માટે કાર્યસ્થળ રહ્યું છે, એક એવી જગ્યા જ્યાં અમને અમારું મિશન, જુસ્સો અને હેતુ મળ્યો. ત્રીસ વર્ષ પહેલાં જામનગર સાવ ઉજ્જડ જમીન હતી, પરંતુ આજે તમે અહીં જે જુઓ છો તે ધીરુભાઈના સ્વપ્નને સાકાર કરે છે.

‘હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું’

મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો અર્થ એવો થાય છે જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત શક્તિ જોઉં છું. જ્યારે પણ હું અનંતને જોઉં છું ત્યારે મને તેમનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અનંતનો પણ મારા પિતા જેવો જ અભિગમ છે કે કશું જ અશક્ય નથી. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા જામગનારમાં શુક્રવારથી ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનો પ્રારંભ થયો છે.

આ પણ વાંચો : ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : મુકેશ અંબાણીએ મહેમાનોનું કર્યું ભાવભર્યું સ્વાગત, “અતિથિ દેવો ભવ” ની પરંપરા પર મૂક્યો ભાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter