+

Indigo ફ્લાઈટ મોડી થવાથી પેસેન્જરે ફ્લાઈટની અંદર જ પાઈલટને માર્યો મુક્કો…

Indigo એરલાઈન્સની ફ્લાઈટ મોડી પડતાં એક પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસાફરે Indigo એરલાઈન્સની ફ્લાઈટના…

Indigo એરલાઈન્સની ફ્લાઈટ મોડી પડતાં એક પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસાફરે Indigo એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો કર્યો હતો કારણ કે તેની ફ્લાઈટ મોડી થઈ હતી.

આ ફ્લાઈટ દિલ્હીથી ગોવા જઈ રહી હતી

Indigo ફ્લાઈટમાં સવાર એક મુસાફરે પ્લેનના કેપ્ટનને મુક્કો માર્યો જ્યારે તે ફ્લાઈટમાં વિલંબ અંગે જાહેરાત કરી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો હવે તે પેસેન્જર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ફ્લાઇટ અંગે સમયસર જાહેરાત ન થવાને કારણે મુસાફર ગુસ્સે ભરાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના રવિવારે સાંજે 7 વાગે બની હતી. Indigo ની આ ફ્લાઈટ 6E 2175 દિલ્હીથી ગોવા જઈ રહી હતી. આરોપીની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ આ મુસાફરને ફ્લાઈટમાંથી ઉતારીને CISF ને સોંપી દીધો હતો. આ પછી દિલ્હી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ…

વીડિયો વાયરલ થયા પછી, કેટલાક લોકોએ મુસાફરોની સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું, કારણ કે તાજેતરના દિવસોમાં Indigo ફ્લાઈટ કેન્સલ, ફ્લાઈટમાં વિલંબ અને ધોરણોનું પાલન ન થવાની ઘણી ફરિયાદો પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલી એક મુસાફર કેપ્ટન તરફ દોડે છે અને તેના મોઢા પર થપ્પડ મારી દે છે. કેપ્ટનની નજીક ઉભેલી ફ્લાઈટ એટેન્ડન્ટ તરત જ તેના બચાવમાં આવે છે અને કેપ્ટનની સામે ઉભા રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે.

લોકોએ Indigo પર આરોપ લગાવ્યો

આ પછી, આરોપી પેસેન્જરને સ્કાય બ્લુ હૂડી પહેરેલા અન્ય વ્યક્તિ દ્વારા પાછો ખેંચવામાં આવ્યો. આ પછી કેબિનમાં હંગામો શરૂ થયો. વાયરલ વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ કેપ્ટનનો બચાવ કરતા સાંભળી શકાય છે, “સર, તમે આ કરી શકતા નથી.” ઘણા મુસાફરોએ, આરોપીના વર્તનને યોગ્ય ઠેરવતા, વિલંબ માટે ઇન્ડિગોને જવાબદાર ઠેરવ્યું અને તેને ઘણી ઝાટકણી કાઢી.

આ પણ વાંચો : Delhi માં ઠંડીથી કોઈ રાહત નહીં, ધુમ્મસને કારણે ટ્રેનોની ગતિ થંભી ગઈ, ફ્લાઈટ્સ પણ મોડી…

Whatsapp share
facebook twitter