ટીપી ગ્લોબલ એફએક્સ દ્વારા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગના કિસ્સામાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ EDએ અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
1.36 કરોડની રોકડ રકમ મળી
પ્રાપ્ત માહિતી મુજબ EDને સર્ચ દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, 1.36 કરોડની રોકડ રકમ, 1.2 કિલો સોનું (અંદાજે રૂ. 71 લાખ) મળી આવ્યું છે.
લક્ઝરી વાહનો પણ જપ્ત
ઉપરાંત હ્યુન્ડાઇ અલ્કાઝાર અને મર્સિડીઝ જીએલએસ 350ડી (અંદાજે રૂ. 89 લાખ) નામના બે લક્ઝરી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને બેંક ખાતામાંથી 14.72 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. આજની તારીખ સુધી આ કેસમાં જપ્ત રૂ. 242.39 કરોડ ની જંગમ મિલકતો જપ્ત કરાઇ છે.
અગાઉ પણ સર્ચ કરાયું હતું
ઉલ્લેખનિય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અગાઉ ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ કેસની તપાસના સંબંધમાં 15 વિવિધ બેંકોમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. તે સમયે EDએ જણાવ્યું હતું કે TP ગ્લોબલ એફએક્સ પ્લેટફોર્મ પર ફોરેક્સ ટ્રેડિંગના નામે રોકાણકારો પાસેથી મળેલા ભંડોળના ગેરઉપયોગમાં કુલ 180 એકાઉન્ટ્સ સામેલ હોવાનું જણાયું હતું.