Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ratan Tata ની અમેરિકામાં રહેતી પ્રેમિકાના નામ સાથે પ્રેમ ગાથા વિશે જાણો

01:00 AM Oct 10, 2024 |
  • Ratan Tata ને અમેરિકામાં પ્રેમિકા મળી હતી
  • સહમત નહોતા અને તેમના સંબંધો તૂટી ગયા હતાં
  • તેઓ 1962 માં ટાટા ગ્રુપમાં જોડાયા હતાં

Ratan Tata Passed Away : Tata Sons ના માનદ અધ્યક્ષ Ratan Tata નું 9 ઓક્ટોબર, બુધવારે 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. જોકે Ratan Tata લાંબાગાળાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતાં. તેના કારણે Ratan Tata ને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ Ratan Tata ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમની ઉદારતા ભરેલા કાર્યો માટે જાણીતા હતા.

તેમની પ્રેમિકા પણ તેમની સાથે ભારત આવશે

Ratan Tata એ ક્યારેય લગ્ન કર્યા નથી. Ratan Tata એ પોતે માહિતી આપી હતી કે તેઓ જ્યારે અમેરિકાના લોસ એન્જલસમાં કામ કરતા હતાં. ત્યારે તેમને પ્રેમ થઈ ગયો હતો. Ratan Tata એ કહ્યું કે ત્યારે તેઓ તેમની પ્રેમિકા સાથે લગ્ન કરવાનો વિચાર નક્કી કર્યો હતો. પરંતુ જ્યારે Ratan Tata એ વિદેશ હતાં. ત્યારે તેમની દાદીની તબિયત લથડી પડી હતી. તેના કારણે તેમને પોતાના પ્રેમની કુરબાની આપી હતી.

આ પણ વાંચો: Ratan Tata એ જીવનના અંતિમ દિવસોમાં આ શોખ અપનાવ્યા હતાં, જાણો…

સહમત નહોતા અને તેમના સંબંધો તૂટી ગયા હતાં

Ratan Tata ને આશા હતી કે, તેમની પ્રેમિકા પણ તેમની સાથે ભારત આવશે. પરંતુ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. તે ઉપરાંત Ratan Tata એ જણાવ્યું હતું કે વર્ષ 1962 માં જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું ત્યારે યુવતીના માતા-પિતા લગ્નના નિર્ણય પર સહમત નહોતા અને તેમના સંબંધો તૂટી ગયા હતાં.

તેઓ 1962 માં ટાટા ગ્રુપમાં જોડાયા હતાં

Ratan Tata નો જન્મ 1937 માં થયો હતો. તેઓ 1962 માં ટાટા ગ્રુપમાં જોડાયા હતાં. 1991 માં તેઓ Tata Sons ના ચેરમેન તરીકે નિયુક્ત થયા હતાં. ભારત સરકારે Ratan Tata ને દેશના બે સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતાં. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અજોડ યોગદાન માટે આ સન્માન તેમને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Ratan tata Biography: એક સ્થપતિ કઇ રીતે બન્યો ઉદ્યોગપતિ, જાણો રસપ્રદ કિસ્સા