Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અબોલ પશુ માટે Ratan Tata ને હતો અનહદ પ્રેમ, જાણો આ રસપ્રદ અહેવાલ

08:46 PM Oct 10, 2024 |
  • રતન ટાટાનો પ્રાણીઓ પ્રત્યેનો અદ્દભુત પ્રેમ
  • પ્રિય કૂતરાઓ માટે રાજવી સન્માનનો અસ્વીકાર
  • પશુ કલ્યાણ માટે અદ્વિતીય યોગદાન

Ratan Tata : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન દરેક વ્યક્તિ માટે દુખદ છે. રતન ટાટા માત્ર તેમના સરળ સ્વભાવ માટે જ નહીં, પરંતુ તેમના પ્રાણીઓ પ્રત્યેના અનન્ય પ્રેમ માટે પણ જાણીતા હતા. તેઓ ખાસ કરીને કૂતરાઓને ખૂબ પસંદ કરતા હતા અને પોતાને કૂતરા પ્રેમી ગણાવતા હતા. તેમની પાસે બે પ્રિય કૂતરાઓ, ટીટો (જર્મન શેફર્ડ) અને ટેંગો (ગોલ્ડન રીટ્રીવર), જે હંમેશા તેમની સાથે રહેતા હતા.

કૂતરાઓ માટે રાજવી સન્માનનો કર્યો હતો અસ્વીકાર

સુહેલ સેઠે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, એક વખત રતન ટાટાને બ્રિટિશ રાજવી પરિવાર તરફથી સન્માન મેળવવા માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ તેમનો એક કૂતરો બીમાર હોવાથી, રતન ટાટાએ બ્રિટન જવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ તેમના કૂતરાને આ પરિસ્થિતિમાં એકલા નહીં છોડી શકે. આ ઘટના રતન ટાટાના પ્રાણીઓ પ્રત્યેના અપ્રમાણિત પ્રેમને દર્શાવે છે. આજના સમયમાં એક નાની સફળતા મળતા જ લોકો પોતાના સ્વજનોને તરછોડી દેતા હોય છે, ત્યારે રતન ટાટાએ એક અબોલ જીવ માટે પોતાને બ્રિટિશ રાજવી પરિવાર તરફથી મળવા જઇ રહેલા સન્માનને બાજુમાં મુકી દીધું હતું. આ દિગ્ગજ રતન ટાટાની અંતિમ વિદાય સમયે તેમનું પ્રિય શ્વાન જાણે રડતું હોય તેવું જોવા મળ્યું હતું.

પશુ કલ્યાણ માટે અદ્વિતીય યોગદાન

રતન ટાટાએ ફક્ત પોતાના પાલતુ પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ તમામ રખડતા પ્રાણીઓ માટે પણ ઘણું કામ કર્યું છે. તેમણે રસ્તાના કૂતરાઓ માટે ખોરાક, પાણી અને રમવાની વ્યવસ્થા કરી હતી. પશુ કલ્યાણ માટે પીપલ ફોર એનિમલ્સ, બોમ્બે એસપીસીએ અને એનિમલ રિલીફ જેવી વિવિધ સંસ્થાઓને પણ મદદ કરી હતી. પ્રાણીઓ માટે તેમની ઉદારતા આટલું જ કરીને ન અટકી, ટાટા ટ્રસ્ટ દ્વારા રતન ટાટાએ પ્રાણીઓની સારવાર માટે ખાસ પાંચ માળની “ટાટા ટ્રસ્ટ સ્મોલ એનિમલ હોસ્પિટલ” શરૂ કરી હતી, જે રૂ. 165 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. અહીં રખડતા કૂતરા સહિત તમામ કૂતરાઓની સારવાર કરવામાં આવે છે. જો કોઈ કૂતરાને લોહીની જરૂર પડતી તો રતન ટાટા પોતે તેને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. આ રીતે તેમણે ઘણા કૂતરાઓના જીવ બચાવ્યા છે અને તેમની સંભાળ લીધી છે. રતન ટાટાના ઘરમાં કેટલાક કૂતરા પણ છે. પરંતુ તેઓ માલિક વિના અનાથ બની ગયા છે.

પાલતુ કૂતરાએ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

રતન ટાટાના બોમ્બે હાઉસમાં રહેતા ગોવાને સંબંધીઓ અને સ્ટાફ દ્વારા મુંબઈના નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે અહીં રાખવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન માટે આ કેન્દ્રમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રિય કૂતરાનું રડવું જેણે તેના માલિકને ગુમાવ્યો છે તે અવર્ણનીય છે. આ દ્રશ્ય મનને હચમચાવી નાખે તેવું છે. ગોવા, જેમણે તેમના અંતિમ દર્શન કર્યા હતા, તેમના ગુરુની ખોટથી દુઃખી છે. અત્યાર સુધી ઘણા મહાનુભાવોએ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન રતન ટાટાના પાલતુ કૂતરા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  પંચતત્વમાં વિલિન થયા ભારતના દિવ્ય ‘Ratan’, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય