Ratan Tata passed away : ભારતના દિગ્ગજ ઉદ્યાગપતિ Ratan Tata નું આજરોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. જોકે તેઓ લાંબાગાળાથી પોતાની શારીરિક તકલીફોથી પરેશાન હતાં. તેઓ ઉપરાંત તેમને ગત દિવસોમાં તાત્કાલિક સ્થાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે આજરોજ તેમણે રાત્રીના સમયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાશ લીધા હતાં.
આ પણ વાંચો: Ratan Tata એ 86 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata સાથે જોડાયેલી ખાસ વાતો…
- Ratan Tata માટે કામ એટલે પૂજા હતું. તેમણે કહ્યું કે કામ ત્યારે જ સારું થશે જ્યારે તમે તેનું સન્માન કરશો.
- Ratan Tata ની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર હતાં. તે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી મળતા હતાં. Ratan Tata ની જરૂરિયાતોને સમજતો હતો અને દરેક શક્ય રીતે મદદ કરતો હતો.
- Ratan Tata કહેતા હતા કે જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો તે કામ એકલા હાથે શરૂ કરી શકો છો, પરંતુ તેને ઉંચાઈ પર લઈ જવા માટે લોકોનો સહયોગ જરૂરી છે. ફક્ત સાથે જ આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ.
- Ratan Tata ને પ્રાણીઓ, ખાસ કરીને રખડતા કૂતરા ખૂબ જ પસંદ હતાં. Ratan Tata એ ઘણા એનજીઓ અને એનિમલ શેલ્ટર્સને પણ કરોડોનું દાન આપતા હતાં.
- Ratan Tata આર્થિક સંકટથી પીડિત વિદ્યાર્થીઓની મદદ કરવામાં પણ આગળ હતાં. Ratan Tata નો ટ્રસ્ટ આવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓએ જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર Ratan Tata સ્કોલરશિપ અને ટાટા સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.
Ratan Tata ખૂબ જ સુખી સૌમ્ય જીવન જીવતા હતાં. પરંતુ તેમને ઘણી વસ્તુઓનો પણ શોખ હતો. જેમાં કારથી લઈને પિયાનો વગાડવાનું બધું જ સામેલ છે. આ સાથે Ratan Tata ને ફેવરિટ લિસ્ટમાં ફ્લાઈંગ કરવું પણ ટોપ પર હતી. Ratan Tata એ સન્સમાંથી નિવૃત્ત થયા બાદ Ratan Tata એ કહ્યું હતું કે હવે હું મારા બાકીના જીવન માટે મારા શોખને અનુસરવા માંગુ છું. હવે હું પિયાનો વગાડીશ અને વિમાન ઉડવાનો મારો શોખ પૂરો કરીશ.
આ પણ વાંચો: Ratan Tata ની તબિયત લથડી! મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા