Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AYODHYA DHAM : 15,000 લિટરની વિશાળ કડાઇમાં બનશે 7,000 કિલોનો ‘રામ હલવો’

08:20 PM Jan 16, 2024 | Vipul Pandya

AYODHYA DHAM : અયોધ્યા ( AYODHYA DHAM)માં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ હલવો બનાવવા માટે નાગપુરમાં 15,000 લિટરની વિશાળ કડાઇ બનાવવામાં આવી રહી છે. Ram Lalaના મોટા ભક્ત હનુમાનજીના નામ પરથી તેનું નામ ‘હનુમાન કડાઈ’ રાખવામાં આવ્યું છે. કડાઇને ક્રેનની મદદથી જ ઉપાડી શકાય છે. ‘હનુમાન કડાઈ’ સહિત તેનું સ્ટેન્ડ જમીનથી 6.5 ફૂટ ઉપર છે અને તેનો વ્યાસ 15 ફૂટ છે. 1,800 કિલો વજનની કડાઇને અયોધ્યા ( AYODHYA DHAM) લઈ જવામાં આવશે અને ત્યાં જ રાખવામાં આવશે.

7,000 કિલોનો ‘રામ હલવો’ તૈયાર થશે

રસોઇયા વિષ્ણુ મનોહરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં આવશે. આ ખાસ પ્રસંગે અયોધ્યામાં આ તપેલીમાં 7,000 કિલોનો ‘રામ હલવો’ તૈયાર કરવામાં આવશે. 29-31 જાન્યુઆરીની આસપાસ આ હલવો તૈયાર કરવામાં આવશે.

pc google

દર વર્ષે અહીં હલવો બનાવવામાં આવશે

તેમણે કહ્યું કે અયોધ્યામાં આ કડાઇ નાગપુરનું પ્રતિક હશે. મંદિરનું આંદોલન નાગપુરથી જ શરુ થયું હતું. આ કડાઇ અયોધ્યામાં જ રહેશે અને અમે દર વર્ષે ત્યાં હલવો બનાવીશું. મનોહરે કહ્યું કે તેણે મંદિરના સત્તાવાળાઓને ‘હનુમાન કડાઈ’નો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમણે તેમને 26 જાન્યુઆરી પછી આ અંગે આગળ વધવાની મંજૂરી આપી હતી.

રામ મંદિરમાં આ ખાસ હશે

તમને જણાવી દઈએ કે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં 1,800 કિલોની ‘હનુમાન કડાઇ’, 2100 કિલોની ઘંટડી, 108 ફૂટની અગરબત્તી, 1,100 કિલોનો વિશાળ દીવો અને 10 ફૂટનું તાળું અને ચાવી મોટા સમારોહની ભવ્યતા દર્શાવે છે. .

pc google

આગ્રાથી 56 જાતના પ્રખ્યાત પેઠા ભોગ માટે આવ્યા

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત રામ મંદિરના અભિષેક સમારોહના સંદર્ભમાં, શ્રી રામ લલાને અર્પણ કરવા માટે આગ્રાના એક પ્રખ્યાત પેઠા સંસ્થામાંથી મંગળવારે અહીં 56 જાતોના 560 કિલો પેઠા મોકલવામાં આવ્યા હતા. મંગળવારે અહીં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનભાગીદારીની અપીલ પર સમાજનો દરેક વર્ગ તેની ક્ષમતા મુજબ એકત્ર થયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પેઠા ઉપરાંત અન્ય સ્થળોએથી રત્ન જડિત વસ્ત્ર, ચાંદીની થાળી, પૂજા સામગ્રી વગેરે પણ પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો—-RAM JANMABHOOMI : ટૂંકો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા અપીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ