Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajput Samaj : 20મીએ અસ્મિતા મહાસંમેલન, રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખની જવાબદારી કોને ? નામ આવ્યું સામે!

04:59 PM Sep 18, 2024 |
  1. 20મી સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન મળશે
  2. ભાવનગરનાં વિજયરાજસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ બનશે
  3. ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા માગ

રાજકોટનાં (Rajkot) સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ થોડા દિવસ પહેલા ભગવાન રામને (Lord Ram) લઈ એક નિવેદન આપ્યું હતું, જે બાદ ખૂબ જ વિવાદ થયો હતો. રાજપૂત સમાજ (Rajput Samaj) દ્વારા પરશોત્તમ રૂપાલાનો ફરી એકવાર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પરશોત્તમ રૂપાલાએ રિટયરમેન્ટ લઈ લેવું જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવી હતી. હવે, એવી માહિતી મળી છે કે ક્ષત્રિય સમાજ 20 મી સપ્ટેમ્બરે અસ્મિતા મહાસંમેલન યોજશે. સાથે જ ભાવનગરનાં વિજયરાજસિંહને રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખ બનાવશે.

 આ પણ વાંચો – Harsh Sanghvi એ અંબાજી મંદિરમાં ધજા ચઢાવી

ભાવનગરનાં વિજયરાજસિંહને રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખ બનાવાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી એકવાર ક્ષત્રિય સમાજ (Rajput Samaj) સક્રિય થયું છે. 20 મી સપ્ટેમ્બરનાં રોજ ક્ષત્રિય સમાજ અસ્મિતા મહાસંમેલન (Asmita Mahasamelan) યોજશે. એવા અહેવાલ છે કે આ મહાસંમેલનમાં ભાવનગરનાં વિજયરાજસિંહને (Vijayraj Singh) રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખ બનાવાશે. આ સાથે ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને (Maharaja Krishnakumar Singh) ભારતરત્ન આપવાની માગ પણ કરાશે. આ આંદોલનમાં સહયોગ આપનાર તમામને મંચ પર હાજર રખાશે. માહિતી મુજબ, ક્ષત્રિય સમાજનાં અસ્મિતા મહાસંમેલનમાં સાણંદ સ્ટેટ, ગોંડલ રાજવી પરિવાર અને કાઠી સ્ટેટ પણ હાજર રહેશે.

આ પણ વાંચો – Gujarat Politics: જવાહર ચાવડા હવે લડી લેવાના મૂડમાં..જૂનો પત્ર ફરી વાયરલ કર્યો

પાટીદાર સમાજને પણ મહાસંમેલનમાં હાજર આમંત્રણ અપાશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મહાસંમેલન બાદ પરશોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ સ્પષ્ટ થશે. અગ્રણી અર્જુન સિહ ગોહિલે જણાવ્યું કે, પાટીદાર સમાજને પણ આ અસ્મિતા મહાસંમેલનમાં હાજર રહેવા આમંત્રણ આપીશું. જણાવી દઈએ કે, રાજકોટ (Rajkot) સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનાં નેતા પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા બે દિવસ પહેલા ભગવાન રામને (Lord Ram) લઈ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી, જેના પછી રાજપૂત સમાજ દ્વારા તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈ અગાઉ ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટનાં (Kshatriya Sangathan Charitable Trust) ઉપપ્રમુખ પ્રજ્ઞા બાએ સલાહ આપતા કહ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેઇ લેવું જોઈએ. તેમણે હવે રાજનીતિ છોદી દેવી જોઈએ.

 આ પણ વાંચો – Visanagar: સિવિલમાં ઇંજેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો….