+

રાજકોટ સિવિલ કે દારૂનો અડ્ડો ! એકવાર ફરી વિવાદોનું ઘર બની હોસ્પિટલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ શું તેની અમલવારી તંત્ર દ્વારા કરાવવામાં આવે છે? તમે પોતે તપાસ કરશો જવાબ મળી જશે. વળી રાજ્યમાં સરકાર દારૂબંધીના દાવા તો મોટાપાયે કરી જ રહી છે. પરંતુ અવારનવાર મોટી માત્રામાં વિદેશી દારૂ કે દેશી દારૂ મળી આવે છે. તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ એકવાર ફરી ચર્ચામાં આવી છે. જીહા, અહીં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. રાજકોટની સિવિàª
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ શું તેની અમલવારી તંત્ર દ્વારા કરાવવામાં આવે છે? તમે પોતે તપાસ કરશો જવાબ મળી જશે. વળી રાજ્યમાં સરકાર દારૂબંધીના દાવા તો મોટાપાયે કરી જ રહી છે. પરંતુ અવારનવાર મોટી માત્રામાં વિદેશી દારૂ કે દેશી દારૂ મળી આવે છે. તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ એકવાર ફરી ચર્ચામાં આવી છે. જીહા, અહીં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. 
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળ્યો દારૂનો જથ્થો
ગાંધીના ગુજરાતમાં ભલે મોટાપાયે દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકરી દાવા થતા હોય, પરંતુ હકીકત તેનાથી સંપૂર્ણ વિપરીત જોવા મળી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદમાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ તેનું તાજું ઉદાહરણ બની છે. અહીં દારૂનો એક મોટો જથ્થો ઝડપાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, આજે સવારે સિવિલ કેમ્પસના OPD પાસે પાણીની ટાંકી પર દારૂની 11 જેટલી બોટલો સાથે એક યુવક જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સિક્યોરિટીને જાણ કર્યા બાદ પોલીસને આ મુદ્દે જાણ કરી હતી. ત્યારે પ્રદ્યુમનનગર પોલીસે સ્થળ પર પહોંચીને વિદેશી દારૂની બોટલો સાથે યુવકની અટકાયત કરી હતી. જેમાં વધુ પૂછપરછ કરતા એક વસાહતના ખંઢેર મકાનમાંથી દારૂની 3 પેટીઓ મળી આવી હતી. જે યુવક વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો તેનું નામ કમલેશ દેવીપુજક છે. મળી રહેલી માહિતી અનુસાર, વિદેશી દારૂની બોટલો સાથે પકડાયેલા કમલેશ દેવીપુજક આ દારૂની બોટલો તબીબોને સપ્લાય કરતો હતો. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઇ નથી. વળી દારૂ સાથે હોસ્પિટલ પહોંચેલા યુવકને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે.
એક-બે નહીં પણ દશથી વધુ બોટલો મળી આવી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાણે દારૂની મહેફિલ ચાલતી હોય તેવું સાબિત થઈ રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખાલી બોટલો મળી આવી છે અને તે પણ એક – બે નહીં પણ દશથી વધુ બોટલો મળી આવી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ દારૂના નશામાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડોકટરને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી દારૂ પણ મળી આવ્યો હતો. જોકે તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે પણ હોસ્પિટલ દારૂ જાણે ખુલ્લેઆમ વેચાતો હોવાનું પુરવાર થઇ રહ્યું છે.
આ પહેલા પણ બની છે શરમજનક ઘટના
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાજકોટ સિવિલના તાત્કાલિક વિભાગમાં જ એક ડોક્ટર દારૂ પીતા ઝડપાયા હતા. ત્યારે હવે આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ પણ આ પ્રકારની ઘટના બાદ ચોંકી ગઇ છે. વારંવાર હોસ્પિટલમાંથી દારૂ પકડાવાની ઘટના બની રહી છે તેના કારણે લોકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલી સુરક્ષાની જવાબદારી સંભળતા સ્ટાફ અને હોસ્પિટલના વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter