+

વિદ્યાર્થીને શિક્ષકે એવો માર્યો કે ઘરે ઉંઘમાંથી ઉઠીને બોલવા લાગ્યો –મને મારતા નહીં

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના આવી સામેસુતેલા બાળકને જગાડવા જતા બાળકને જગાડતી માતાને બાળક બોલ્યો મારતા નહીં શિક્ષકોનો માર અને ડર બાળકને નીંદરમાં પણ ડરાવે છેશુભમ સ્કૂલના શિક્ષકે બાળકને ફૂટપટી વડે મારતા બાળક હોસ્પિટલ ખસેડાયોરાજકોટના આનંદનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતાં બાળકને તેની સ્કૂલના શિક્ષકે ફૂટપટ્ટીથી માર મારતા ઘવાયેલા બાળકને હોસ્પિàª
  • રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના આવી સામે
  • સુતેલા બાળકને જગાડવા જતા બાળકને જગાડતી માતાને બાળક બોલ્યો મારતા નહીં 
  • શિક્ષકોનો માર અને ડર બાળકને નીંદરમાં પણ ડરાવે છે
  • શુભમ સ્કૂલના શિક્ષકે બાળકને ફૂટપટી વડે મારતા બાળક હોસ્પિટલ ખસેડાયો
રાજકોટના આનંદનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતાં બાળકને તેની સ્કૂલના શિક્ષકે ફૂટપટ્ટીથી માર મારતા ઘવાયેલા બાળકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાળકને 10 દિવસથી ફટકારવામાં આવતો હોવાનો તેની માતાએ આક્ષેપ કર્યો હતો.
રાજકોયના કોઠારિયા રોડ પરના આનંદનગરના અજંતાપાર્કમાં રહેતા ક્રેનિલ કમલેશભાઇ સોમાણી (ઉ.વ.12)ને શનિવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ક્રેનિલની માતા સલમાબેને હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ કહ્યું હતું કે, ક્રેનિલને શુક્રવારે સવારે શુભમ સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયાએ ફૂટપટ્ટી મારતા ક્રેનિલને ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી.
સલમાબેને ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું  કે, ક્રેનિલ સાધના સોસાયટીમાં આવેલી શુભમ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. શુક્રવારે સાંજે સલમાબેન પોતાની નોકરી પૂરી કરીને ઘરે પહોંચ્યા હતા, ત્યારે પુત્ર ક્રેનિલ સૂતો હતો, પુત્રના માથા પર સ્નેહથી હાથ મૂકતાં જ ક્રેનિલ ઝબકીને જાગી ગયો હતો અને મને મારતા નહીં તેવું બોલવા લાગ્યો હતો.
પુત્રની હરકતથી ગભરાઇ ગયેલા સોમાણી પરિવારે આ અંગે ક્રેનિલના સાથી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં જ શિક્ષકનો ત્રાસ હોવાનું બહાર આવ્યું હતું. સલમાબેને કહ્યું હતું કે, શુભમ સ્કૂલના શિક્ષક જયદીપ ગઢિયા છેલ્લા દશ દિવસથી ક્રેનિલને બંને હાથ પર ફૂટપટ્ટી ફટકારતા હતા, ડરી ગયેલા ક્રેનિલે આ અંગે કોઇને જાણ કરી નહોતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter