+

ભારત સરકાર દ્વારા આરોગ્ય સુવિધા અને ગુણવત્તાને લઈ આપવામાં આવ્યું આ સમ્માન

સુવિધાઓના માપદંડના આધારે એવોર્ડ આપાય છેક્વોલિટી સર્વિસ આપવા માટે સમ્માનહોસ્પિટલનું ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું એસેસમેન્ટ થયું હતુઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર આરોગ્ય સુવિધાઓ માટે ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે માટેની માર્ગદર્શીકાઓ અલગથી જાહેર કરેલી છે. જે અંતર્ગત જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓને સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણà
  • સુવિધાઓના માપદંડના આધારે એવોર્ડ આપાય છે
  • ક્વોલિટી સર્વિસ આપવા માટે સમ્માન
  • હોસ્પિટલનું ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું એસેસમેન્ટ થયું હતુ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર આરોગ્ય સુવિધાઓ માટે ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે માટેની માર્ગદર્શીકાઓ અલગથી જાહેર કરેલી છે. જે અંતર્ગત જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓને સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણની ઉચ્ચકક્ષા હાંસલ કરે તેમને સુવિધાઓના માપદંડના આધારે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું એસેસમેન્ટ
ગત જુલાઈ તા. 21 થી 23 દરમ્યાન પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું એસેસમેન્ટ દિલ્હી NHSRCના એસેસર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલ ખાતે કુલ 15 વિભાગો ખાતે નેશનલની ટીમ દ્વારા સતત 03 દિવસ સુધી એસેસમેન્ટ કરેલું હતું જેમાં 10% ના ગુણાંક સાથે પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલને બીજીવાર નેશનલ લેવલએ OAS અને LAQSHYA પ્રમાણિત કરવામાં આવી છે. જે હોસ્પિટલના દરેક સ્ટાફની કર્તવ્ય નિષ્ઠા તથા સહયોગનું પરિણામ છે. જે ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્વરછતા તથા ગુણવતાસભર સેવા આપવા માટે સમગ્ર પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ હર હંમેશ તત્પર તથા કટિબંધ છે .
ઉપરાંત પદ્મકુંવરબા હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે મેટરનલ હેલ્થમાં ક્વોલિટી સર્વિસ આપવા માટે અતિપ્રતિષ્ઠિત SKOCH AWARD એનાયત થયેલ છે. જે સમગ્ર હેલ્થ ડીપાર્ટમેન્ટ રાજકોટ જિલ્લા અને પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ માટે અત્યંત ગૌરવની બાબત છે. આ વિષય સેવા અન્વયે સમગ્ર ગુજરાતમાં SKOCH AWARD મેળવનાર પદ્મકુંવરબા હોસ્પિટલ સૌપ્રથમ હોસ્પિટલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter