+

ઉપલેટાના પ્રાંસલા ખાતે રાષ્ટ્ર કથા શિબિરનું કરાયું આયોજન

ઉપલેટા (Upleta)ના પ્રાંસલા ખાતે 11 ફેબ્રુઆરી 2023ના રોજ દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો છે. આ શિબિર 19 ફેબ્રુઆરી 2023 સુધી ચાલુ રહેશે જેમાં 16,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી શક્યતા છે.10 દિવસની શિબિરઆ રાષ્ટ્રીય એકીકરણ શિબિર દર વર્ષે ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા ના પ્રાસલા ગામ ખાતે ખાતે યોજવામાં આવે છે. જોકે, કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આ પ્રથા છેલ્લા બે વર્ષથી બંધ રાખàª
ઉપલેટા (Upleta)ના પ્રાંસલા ખાતે 11 ફેબ્રુઆરી 2023ના રોજ દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો છે. આ શિબિર 19 ફેબ્રુઆરી 2023 સુધી ચાલુ રહેશે જેમાં 16,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી શક્યતા છે.

10 દિવસની શિબિર
આ રાષ્ટ્રીય એકીકરણ શિબિર દર વર્ષે ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા ના પ્રાસલા ગામ ખાતે ખાતે યોજવામાં આવે છે. જોકે, કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આ પ્રથા છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવી હતી અને આ વર્ષથી ફરી શરૂઆત કરવામાં આવી છે. 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે.આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્યો અને વીડિયો, કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનો વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત, કરાટે વગેરેનું આયોજન કરવામાં આવે છે.

સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક 
ભારતીય ભૂમિસેના, નૌસેના, ભારતીય તટરક્ષક, સીમા સુરક્ષા દળ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ભારતીય તિબેટીયન સીમા પોલીસ વગેરે સહિત અનેક સૈન્ય અને CPO એજન્સીઓ શિબિરના સંચાલનમાં સામેલ છે અને અહીં નવા યુગના સાધનો, શસ્ત્રો, ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવશે જે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે.
સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે
સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને વીરતા પુરસ્કાર વિજેતાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો પણ આપવામાં આવશે અને સામાન્ય ભરતીના અધિક ડાયરેક્ટોરેટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગે વક્તવ્યની સાથે સૈન્યની જીવનશૈલીની સમજ આપવામાં આવશે અને બાળકોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે.
સ્વામી ધર્મબંધુજી મહારાજ દ્વારા આયોજન 
આજના વિદ્યાર્થીઓ આવતીકાલનું દેશનું ભવિષ્ય છે, વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકનું મહત્વ સરહદે લડનારા સૈનિકથી કમ નથી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા, ભાવનાત્મક સંવેદનાઓની સાથે ચારિત્ર ઘડતર કરાવવાની જવાદારી શિક્ષકની છે. દેશમાં રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવા માટે 23 વર્ષથી પ્રયત્નશીલ સ્વામી ધર્મબંધુજી મહારાજ દ્વારા પ્રાંસલા ખાતે 11 ફેબ્રુઆરીથી શિબિરનું આયોજન કરાયું છે. 
સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ
રાજકોટથી 125 કિલોમીટર દૂર આવેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા  પ્રાંસલા નામના ગામમાં એક વિશાળ ગૌશાળા બનાવીને એમાં જ પોતાનો આશ્રમ બનાવનારા સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે. છેલ્લાં 23 વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપીને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવકોને સેલ્ફ-ડિફેન્સના પાઠ ભણાવે છે. હાલ પ્રાંસલામાં 19મી રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે. જેમાં દરરોજ મોટી સંખ્યમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે.

ધર્મબંધુજી પોલીસ ઓફિસર હતા
સ્વામી ધર્મબંધુજી પોતાના સંસારી જીવન દરમિયાન પોલીસ ઓફિસર રહી ચૂક્યા હતા. ચાર વર્ષ પોતાની ડ્યુટી બજાવ્યા પછી સીબીઆઇમાં જોડાયા હતા. જો કે અઢી વર્ષની પોતાની જોબ દરમિયાન વેદના અભ્યાસે તેમને સંસારથી દૂર કર્યા અને તેમણે સંસાર છોડી દીધો. એ પછી તેઓ હિમાલયમાં એકથી દોઢ વર્ષ રહ્યા અને પછી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફરતા રહ્યા. ત્યારબાદ ગુજરાત આવી એને જ પોતાનું કાર્યસ્થાન બનાવી લીધું.  બોલીવૂડના જાણીતા એક્ટર નાના પાટેકર, પરેશ રાવલ, ઓમ પુરી, મુકેશ ખન્નાથી માંડીને કોકિલાબહેન અંબાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક મહાનુભાવો ધર્મબંધુજીના આશ્રમમાં કે આશ્રમ દ્વારા કરવામાં આવતી રાષ્ટ્રીય શિબિરમાં હાજરી પુરાવી ચૂક્યા છે. 

સારા નાગરિક બનાવવાનું ધ્યેય 
રાષ્ટ્રકથા સૌરાષ્ટ્રની એક અલગ ઓળખ બની છે. નવ દિવસ સુધી આ કથા ચાલે છે. ધર્મબંધુજી સ્વામી હોવા છતાં માળા, ટપકા અને મંત્ર-તંત્રથી પર છે. તેમનું મુખ્ય લક્ષ્ય દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓ આવે તે રાષ્ટ્રકથાનું શ્રવણ કરે. ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે, હું ચેલા-ચેલી બનાવતો નથી. મારૂ ધ્યેય રાષ્ટ્ર માટે સારા નાગરિક બનાવવાનું છે.
 આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસલા ગામ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય શિબીર કથા માં ભાગીદારી લીધી હતી અને પાર્ટિસિપેટ કરેલા તમામ દેશના ભાવિનવ યુવાનોનો આભાર માન્યો હતો કે આ સાથે જિલ્લાના નામી અનામી આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter