+

રાજકોટ સિવિલ હોસ્પિટલ બની વિવાદોનું ઘર, ડોક્ટર દારૂ તો પટાવાળા જવાનીના નશામાં મગ્ન

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખતે તો હદ કરી નાખી હોય તેવું કૃત્ય હોસ્પિટલના ડોક્ટરનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમા કામ કરતા ડોક્ટર હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતા ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતા અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. આ à
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખતે તો હદ કરી નાખી હોય તેવું કૃત્ય હોસ્પિટલના ડોક્ટરનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમા કામ કરતા ડોક્ટર હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતા ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતા અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જાગૃત નાગરિકે જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરને દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સિવિલ અધિક્ષકે આ ડોક્ટરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 
જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં જાગૃત નાગરિક દ્વારા પોલીસને સાથે રાખી ડો. સાહિલ ખોખરને તેની ડ્યૂટી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ડોક્ટર રૂમમાં કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમેં દરોડો પાડ્યો ત્યારે જ  ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો. ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં હોવાની શંકા દૃઢ બની હતી, અને ડો. ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો. બાદમાં લાકડાના કબાટમાં ડોક્ટરનું લોકર ખોલાવતાં પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. ડો.ખોખર ચારેક વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરારી ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. ડો.ખોખર જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. અને નશો કરેલો હોય ત્યારે પણ મહિલા દર્દી આવે તો તેને તપાસતો હતો. મહત્વની વાત એ છે કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ક્યાંય ક્યાંયથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ક્યાંથી દારૂ આવ્યો અને કેટલા સમયથી દારૂ પીવાય છે તે એક મહત્વનો સવાલ ઉભો થયો છે.
 
ડોક્ટરના દારૂ કાંડ સિવાય એક અન્ય ઘટનાના કારણે પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પેટના દુઃખાવા થતા સગીરના માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જોકે, રાત્રી રોકાણ માટે સગીર દીકરી આવી ત્યારે મોડી રાત્રે જાગી રહેલા સગીર દીકરીને પટાવાળા નાસ્તો કરવાના નામે બહાર બોલાવી અને ત્યાં અંધારામાં અડપલાં કર્યા. જોકે સગીરાએ બૂમો પાડી આસપાના લોકોએ છેડતી કરનાર પટાવાળાને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો. જોકે, વધુ હોબાળો ન મચે તે માટે દર્દીને પણ રજા આપી દેવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી બાજુ છેડતી કરનાર સામે પોલીસે અટકાયતી પગલાં ભર્યા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter