+

રાજકોટ આરોગ્ય વિભાગના દરોડા, 31 ડિસેમ્બરને લઈ કેક શોપમાં દરોડા પાડવામાં આવ્યા

20 જેટલી કેક શોપમાં ચેકિંગ કરવામાં આવ્યુંલેબલ વગરની મોટી માત્રામાં ફ્રાઇમ્સ મળી આવીએક્સપાયરી ડેટની કોલ્ડ્રિક્સ મળી આવીરાજકોટ મહાનરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક રામેશ્વર બેકરીમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પેસ્ટ્રી જેવી તમામ ચીજ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. àª
  • 20 જેટલી કેક શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું
  • લેબલ વગરની મોટી માત્રામાં ફ્રાઇમ્સ મળી આવી
  • એક્સપાયરી ડેટની કોલ્ડ્રિક્સ મળી આવી
રાજકોટ મહાનરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક રામેશ્વર બેકરીમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પેસ્ટ્રી જેવી તમામ ચીજ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં ફ્રાઈમ્સ, કેક, ઠંડા પીણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર 31 ડિસેમ્બરને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કેક શોપમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી અલગ-અલગ કેકની શોપ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. છેલ્લાં પાંચ દિવસમાં 50 કિલોથી વધુ કેકેનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે પણ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્યના દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક રાજકોટની વિખતાં રામેશ્વર બેકરીમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં હતા અને મોટી માત્રામાં એક્સપાયરી ડેટનું ફરસાણ મળી આવ્યું હતું. અંદાજિત 50 કિલો જેટલું ફરસાણ મળી આવ્યું હતું અને તેમને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું. સાથે જ ઠંડા પીણાની એક્સપાયરી ડેટની બોટલ પણ મળી આવી હતી. તેને પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવી હતી સાથે જ કેક પણ મળી આવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter