+

રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, પ્રોફેસરે એક્સટર્નલ માર્ક્સ પુરેપુરા આપવા વિદ્યાર્થીની પાસે કરી અભદ્ર માંગણી

રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહિલા કોલેજના ડો.સંજય તેરૈયા પ્રોફેસર બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કર્યાનું સામે આવ્યું છે. મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો છે. અને ત્રણેક મહિના પહેલાની ઘટનામાં અંતે તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા કોલેજના પ્રિન્સિપાલ કે. જે. ગણાત્રાએ જણાવ્યું હતું કે, આ મામલે એક તપાસ કમિટીની રચનાં à
રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહિલા કોલેજના ડો.સંજય તેરૈયા પ્રોફેસર બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કર્યાનું સામે આવ્યું છે. મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો છે. અને ત્રણેક મહિના પહેલાની ઘટનામાં અંતે તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા કોલેજના પ્રિન્સિપાલ કે. જે. ગણાત્રાએ જણાવ્યું હતું કે, આ મામલે એક તપાસ કમિટીની રચનાં કરવામાં આવી છે. જે એક સપ્તાહમાં રિપોર્ટ આપશે. બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે છાત્રાઓ દ્વારા 3 મહિના પહેલા અરજી કરેલી અરજી મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ ? તેવા સવાલો ઉઠયા છે. 
અભદ્ર માંગણીનો આક્ષેપ
જાણવા મળતી વિગત મુજબ, માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીએ સપ્ટેમ્બર મહિનામાં એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને અરજી કરી હતી. જેમાં કોલેજમાં સાયન્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજય તેરૈયાએ અભદ્ર માંગ કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.અરજી થયા બાદ લગભગ દોઢ મહિના સુધી કોઇ જ કાર્યવાહી થઈ ન હતી. આથી બંને વિદ્યાર્થિનીએ કોલેજના સંચાલકોને ફરી એકવખત રજૂઆત કરી હતી. 
તપાસ કમિટિના રિપોર્ટ બાદ કાર્યવાહી
સમગ્ર મામલે પ્રિન્સિપાલ કલ્પેશ ગણાત્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બે અલગ અલગ વિદ્યાર્થિનીએ અરજી કરી છે. બંનેએ સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે જ ગંભીર આક્ષેપો કર્યા છે અને તેની તપાસ ચાલુ છે. વિદ્યાર્થિનીઓ સાથે શું બન્યું? તે અંગે પ્રિન્સિપાલે કહ્યું કે, હાલના તબક્કે જણાવવું યોગ્ય નથી. પરંતુ તપાસ કમિટી રિપોર્ટ આપશે ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. જોકે અરજીમાં વિદ્યાર્થિનીઓએ કેવા આક્ષેપો કર્યા છે તે અંગે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.જોકે બન્ને વિદ્યાર્થીની એ પુરાવા સાથે તપાસ સમિતિ ને તમામ વિગત આપી છે છતાં કોઈ કર્યાવાહી નહિ કરતા અનેક સવાલ ઉત્પન્ન થઈ થયા છે..
એક્સટર્નલમાં પુરા માર્ક્સ આપવાની લાલચ
ઉલ્લેખનીય છે કે, સૂત્રોનાં જણાવ્યા મુજબ સાયન્સની બંને વિદ્યાર્થિનીને એક્સટર્નલ માર્કસ પૂરે પૂરા આપવાની લાલચ આપીને તાબે થવાની માંગ પ્રોફેસરે કરી હતી. જો કે સાચી હકીકત તપાસ કમિટીના રિપોર્ટ બાદ જ સામે આવશે. પરંતુ છાત્રાઓએ જાણ કર્યાને અંદાજે ત્રણેક મહિના જેટલો સમય થયો છે. જ્યારે તપાસ કમિટી અરજી થયાના છેક દોઢ મહિના બાદ રચાઈ હતી. આ કમિટીએ છેલ્લા 45 દિવસ શું કર્યું? તે અંગે પણ પ્રિન્સિપાલને કોઈ જાણકારી નથી અને રિપોર્ટ આવતા હજુ એક સપ્તાહનો સમય લાગશે તેમ કહેતા મામલો દબાવવા પ્રયાસ કરાતો હોવાની ચર્ચા ચાલી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter