+

લોકગાયક દેવયત ખવડ પર શિકંજો કસવા પોલીસે કર્યું આ મહત્વનું કામ

રાણો રાણાની રીતે ફેઇમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાત ડિસેમ્બરથી ફરાર છે ત્યારે દેવાયત ખવડે પોતાના અને સાગરિતો વિરુદ્ધ દાખલ થયેલ ગુના મામલે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને નામંજૂર કરવા માટે રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે.સોગંદનામુ રજુ કરાયુંઆ સોગંદનામામાં દેવાયત ખવડ વિરુદ્ધ ભૂતકાળમાં ચોટીલા, મુળી તેમજ સુ
રાણો રાણાની રીતે ફેઇમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાત ડિસેમ્બરથી ફરાર છે ત્યારે દેવાયત ખવડે પોતાના અને સાગરિતો વિરુદ્ધ દાખલ થયેલ ગુના મામલે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને નામંજૂર કરવા માટે રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે.
સોગંદનામુ રજુ કરાયું
આ સોગંદનામામાં દેવાયત ખવડ વિરુદ્ધ ભૂતકાળમાં ચોટીલા, મુળી તેમજ સુરેન્દ્રનગર ખાતે જે જુદા જુદા ગુના દેવાયત ખવડ વિરુદ્ધ દાખલ થયા છે તેના રેકર્ડ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જે રેકર્ડ રજૂ કરવામાં આવ્યા છે તે મુજબ દેવાયત ખવડ વિરુદ્ધ 2015માં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કલમ 325 હેઠળ મારા મારીનો ગુનો નોંધાયો છે. 2015માં મુળી પોલીસ સ્ટેશન ખાતે 307 અને આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે તો 2018 માં સુરેન્દ્રનગરના B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે અદાલત દ્વારા આગામી સુનવણી 17મી ડિસેમ્બર ના રોજ રાખવામાં આવી છે. 
શું છે મામલો?
ગત 7મી ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહી હતી. તે સમયે કારમાં આવી પહોંચેલા દેવાયત ખવડ સહિતના બે વ્યક્તિઓએ કારમાંથી ઉતરી મયુરસિંહ રાણાને ઢોર માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થવા પામી હતી. તેમજ મયુરસિંહ રાણા ને માર મારવામાં આવતા તેમને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter