+

લગ્નની લાલચમાં વધું એક યુવતી દુષ્કર્મનો ભોગ બની

લગ્નની લાલચમાં બધું એક યુવતી દુષ્કર્મનો ભોગ બની...અમદાવાદ લઇ જઈ બળજબરી દુષ્કર્મ આચર્યું.લગ્નની ના પાડતા યુવતીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ...જૂનાગઢ નજીકના ગામના યુવક સામે નોંધાવી ફરિયાદ..યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શોષણ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે રાજકોટ (Rajkot) માં વધુ એક યુવતી આવા જ કિસ્સાનો ભોગ બની યુવતીએ મહિલા પોલીસ (Police) મથકમાં જૂનાગઢ ના અજેઠા ગમના જયદીપ દેવસી પંપાણà
  • લગ્નની લાલચમાં બધું એક યુવતી દુષ્કર્મનો ભોગ બની…
  • અમદાવાદ લઇ જઈ બળજબરી દુષ્કર્મ આચર્યું.
  • લગ્નની ના પાડતા યુવતીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ…
  • જૂનાગઢ નજીકના ગામના યુવક સામે નોંધાવી ફરિયાદ..
યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શોષણ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે રાજકોટ (Rajkot) માં વધુ એક યુવતી આવા જ કિસ્સાનો ભોગ બની યુવતીએ મહિલા પોલીસ (Police) મથકમાં જૂનાગઢ ના અજેઠા ગમના જયદીપ દેવસી પંપાણિયા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી…
 જૂનાગઢ ના અજેઠા ગામના  જયદીપ પંપાણિયા સાથે સંપર્ક
રાજકોટ શહેરમાં રહેતી 32 વર્ષ યુવતી એ પોલીસ ફરિયાદ માં જ જૂનાગઢ ના અજેઠા ગામના  જયદીપ પંપાણિયા સાથે સંપર્કમાં આવી અને મિત્રતા કેળવી હતી બાદમાં જયદીપે યુવતીને ધીમે ધીમે પ્રમેજાળમાં ફસાવી અને લગ્ન કરવાની વાતો કરી હતી
અમદાવાદ લઇ જઇ દુષ્કર્મ કર્યું 
ત્યારબાદ ગત 4 ડિસેમ્બર ના રોજ  જયદીપ યુવતીને અમદાવાદ ફરવા લઇ ગયો હતો અને ત્યાં હોટલમાં જયદીપે બળજબરી કરી હતી પણ યુવતીએ પ્રતિકાર પણ કર્યો હતો છતાં જયદીપે યુવતીને ઇમોશનલ બ્લેકમેલ કરી આપણે લગ્ન કરવાના છીએ પછી ચિંતા શુ કરવી તેવી વાતોમાં ભોળવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ.

યુવતીને લગ્ન કરવા માટે સાફ ઇનકાર કરી દીધો હતો
રાજકોટની યુવતીએ અવારનવાર જૂનાગઢ અજેઠા ગામના  જયદીપનો લગ્ન માટે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ જયદીપે યુવતી સાથે તમામ સંપર્ક તોડી નાખ્યા હતા અને  યુવતીને લગ્ન કરવા માટે સાફ ઇનકાર કરી દીધો હતો જેથી યુવતી ગભરાઇ ગઇ હતી. તેણે   મહિલા પોલીસ મથકમાં મહિલા પોલીસ સમક્ષ પહોંચી સમગ્ર આપવીતી જણાવી હતી અને મહિલા પોલીસ માં જયદીપ પંપાણિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપની શોધખોળ શરૂ કરી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter