+

રાજકોટમાં કોન્ટ્રાક્ટર રાજ! રસ્તા વચ્ચે જોવા મળ્યો 10-15 ફૂટનો મોટો ખાડો

રાજકોટ ખાડાને કારણે એક યુવકનું મોત થયા બાદ પણ તંત્ર નિંદ્રાધીન, AIIMS જવાના માર્ગ પર તોતિંગ ખાડો છતાં કોઈ બેરીકેડ નહીં  કોન્ટ્રાક્ટરોને લોકોની નથી પડી માત્ર રૂપિયા કમાવા છે. તો બીજી બાજુ રાજકોટ શહેર રૈયા રોડ પર કોન્ટ્રાકટર દ્વારા થુકના સાંધા કર્યા પૂર્વ મુખ્યમંત્રીના રહેણાંક વિસ્તારમાં પાણી લાઇન લીકેજ બાર ભંગાણ રીપેરીંગ બાદ માટી નાખી ઝાડની ડાળખી મૂકી દેવામાં આવી છે.રાજકોટ શહેરàª
રાજકોટ ખાડાને કારણે એક યુવકનું મોત થયા બાદ પણ તંત્ર નિંદ્રાધીન, AIIMS જવાના માર્ગ પર તોતિંગ ખાડો છતાં કોઈ બેરીકેડ નહીં  કોન્ટ્રાક્ટરોને લોકોની નથી પડી માત્ર રૂપિયા કમાવા છે. તો બીજી બાજુ રાજકોટ શહેર રૈયા રોડ પર કોન્ટ્રાકટર દ્વારા થુકના સાંધા કર્યા પૂર્વ મુખ્યમંત્રીના રહેણાંક વિસ્તારમાં પાણી લાઇન લીકેજ બાર ભંગાણ રીપેરીંગ બાદ માટી નાખી ઝાડની ડાળખી મૂકી દેવામાં આવી છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર તાજેતરમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાડામાં પડી જતા ગંભીર ઇજાને પગલે જ એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. બાદમાં મનપા તંત્ર દ્વારા આવો અકસ્માત ન થાય તે માટે તકેદારી રાખવાનાં મસમોટા દાવાઓ કરાયા હતા. જોકે આ દાવા પોકળ સાબિત થયા હોય તેમ આ ઘટનાના પખવાડિયા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેમાં AIIMS જવાના માર્ગ પર તોતિંગ ખાડો છતાં કોઈ બેરીકેડ પણ લગાવાયું નથી. જ્યારે રૈયારોડ પાસે બુરેલા ખાડામાં માટી કરતા પથ્થર વધુ હોવાથી વાહનો પસાર થાય ત્યારે પથ્થરો આડેધડ ઉડતા જોવા મળે છે એટલું જ નહીં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર નજીક પણ મોટો ખાડો પુરાયા બાદ ટેકરો થઈ જતા સ્થાનિકોએ વૃક્ષ રાખવાની ફરજ પડી છે. જોકે તે પણ જોખમી જણાઈ રહ્યું છે. 
AIIMS જવાના માર્ગ પરના તોતિંગ ખાડા અંગે વાત કરીએ તો સપાટ રસ્તા પર અંદાજે 10-15 ફૂટનો મોટો ખાડો છે. જેની આડે કોઈપણ બેરીકેડ પણ લગાવવામાં આવ્યા નથી. એટલું જ નહીં ખાડામાં લોખંડના સળિયા પણ છે, એટલે જે કોઈ આ ખાડામાં ખાબકે તેનું મોત કે ગંભીર ઇજા થવી નિશ્ચિત છે. છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી આ મામલે જવાબદાર કોઈ એન્જીનીયર અથવા કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પગલાં લેવાયા નથી. જેને લઈ અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ છે. ત્યારે આ મામલે ત્વરિત પગલાં લેવાની રજૂઆત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે કરી છે. 
મહેશ રાજપૂતના જણાવ્યા મુજબ, હું પોતે ગઈકાલે ત્યાંથી પસાર થયો ત્યારે આ ખાડો મારા ધ્યાને આવ્યો હતો. મહામહેનતે બ્રેક મારતા મારી કાર આ ખાડામાં પડતા સહેજમાં બચી હતી. જોકે અગાઉ થયેલા એક યુવકના મોત મામલે પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આ મામલે ભાજપના નેતાઓ અને કોન્ટ્રાક્ટરો સાથે તંત્રની પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. જો એવું ન હોય તો તંત્રને મારી અપીલ છે કે, કોઈપણ મોટો અકસ્માત સર્જાય તેના પહેલા આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એન્જીનીયર સામે કડક પગલાં લેવામાં આવે જેથી ફરીવાર કોઈ આવી બેદરકારી રાખે નહીં. 
વધુમાં તેમણે જણાવ્યું કે, માત્ર રાત્રે જ નહીં દિવસે પણ લોકો ખાડા સુધી પહોંચી જાય છે. રાત્રે ખાડામાં પડે તેવી સ્થિતિ હોવાનું ત્યાંથી પસાર થતા બાઇક ચાલકે પણ સ્વીકર્યું હતું. અહીં કોઈ બેરીકેડ નહીં હોવાથી આ ખાડો કોઈના ધ્યાને આવે એમ નથી. અમુક બસ પણ અહીંથી જતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ સૌથી મોટો સવાલ છે. એટલું જ નહીં રાજકોટમાં અધિકારીઓથી પણ કોન્ટ્રાક્ટરો ઉપર હોવાનું જણાઈ રહ્યું હોવાનો આરોપ પણ તેઓએ લગાવ્યો છે. ત્યારે આ મામલે તંત્ર ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે અવનારો સમય બતાવશે. 
ઉલ્લેખનીય છે કે, શહેરના રૈયારોડ ખાતે પણ થોડા સમય અગાઉ ખાડાઓ બુરવામાં આવ્યા હતા. જેમાં માટીને બદલે નાના પથ્થરો વધુ નાખ્યા હોવાને કારણે પથ્થરો ઉપર આવી ગયા છે. અને વાહન ચાલક પસાર થાય ત્યારે આ પથ્થરો આડેધડ ઉડતા જોવા મળે છે. બીજીતરફ પૂર્વ સીએમ વિજય રૂપાણીનાં નિવાસસ્થાન વિસ્તાર માં પાણી ની લાઇન લીકેજ થતા મોટો ખાડો કર્યો અને પાણી ની લાઇન રિપેરી કરો  ખાડો તંત્ર દ્વારા બુરવામાં આવ્યો છે. જેમાં વધુ પડતી માટી નાખવાને કારણે નાનો પર્વત જ બની ગયો છે. ત્યારે રાત્રીના સમયે કોઈ વાહન ચાલકને અકસ્માત થાય નહીં તે માટે સ્થાનિકો દ્વારા અહીં એક વૃક્ષ મૂકી દેવામાં આવ્યું છે. આમ એક યુવકનો જીવ ગયા બાદ પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter