+

વૃધ્ધ લોકોના ઘરમાં ઘૂસી વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની ધરપકડ

8 ગુન્હાઓને આપી ચુક્યો છે અંજામરાજકોટમાં બે ફરિયાદ નોંધાઈલીમડા ચોક પાસેથી જુનાગઢના શખ્સન ઝડપ્યોરાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ગીતાનગર  નંબર આઠમાં રહેતા વૃદ્ધાને ખોટી ઓળખ આપી  વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની ચોરી કરી ફારાર થઈ ગયો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટનાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી.જ્યારે બીજી ઘટના પણ આજ રીતે શહેરના રૈયા એકસ્સન્જ ટેલિફોન નજીક ખોટી ઓળખ
  • 8 ગુન્હાઓને આપી ચુક્યો છે અંજામ
  • રાજકોટમાં બે ફરિયાદ નોંધાઈ
  • લીમડા ચોક પાસેથી જુનાગઢના શખ્સન ઝડપ્યો
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ગીતાનગર  નંબર આઠમાં રહેતા વૃદ્ધાને ખોટી ઓળખ આપી  વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની ચોરી કરી ફારાર થઈ ગયો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટનાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી.
જ્યારે બીજી ઘટના પણ આજ રીતે શહેરના રૈયા એકસ્સન્જ ટેલિફોન નજીક ખોટી ઓળખ આપી સોનાની બંગડીઓ કાઢી આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ વૃદ્ધાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી હોય હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં અલગ-અલગ બે જેટલા ખોટી ઓળખ આપી છેતરપિંડી કરે સોનાની લૂંટ કરે ફરાર થઈ ગયા હોવાના ગુના નોંધાયા હતા જેમાંથી શહેરના ગીતા નગર અને રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીકથી વૃદ્ધાને કહે કે, હું તમારો સંબંધી છું, તમારા જેવી બંગડી બનાવી છે, કહી વૃદ્ધાને છેતરી સોનું લઈ ગઠિયો થયો હતો. ફરાર થઈ ગયા હોવાની અલગ અલગ બે ઘટનાઓ સામે આવી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે લીમડા ચોક નજીકથી મૂળ જૂનાગઢના આરોપી નિમિષ પુરોહિત ધરપકડ કરી હતી અને આરોપીએ પોલીસની પૂછપરછમાં અલગ અલગ આઠ જેટલા ગુંડાઓને આ રીતે અંજામ આપ્યા હોવાનું પણ કબુલાત કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter