+

રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકને આપ્યો જન્મ

રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકને જન્મ આપ્યોસગીરાની માતા અને આરોપી પરિવારે બેઠકમાં લીધો મોટો નિણર્યજન્મેલા બાળકની આરોપી પરિવાર સંભાળ રાખશે તો દીકરી પરિવાર પાસે જ રહેશેપોલીસે બાળકના DNA ટેસ્ટની કવાયત હાથ ધરીરાજકોટ જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે રહી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની સગીર દીકરીને કિશન નામનો યુવક પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દà
  • રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકને જન્મ આપ્યો
  • સગીરાની માતા અને આરોપી પરિવારે બેઠકમાં લીધો મોટો નિણર્ય
  • જન્મેલા બાળકની આરોપી પરિવાર સંભાળ રાખશે તો દીકરી પરિવાર પાસે જ રહેશે
  • પોલીસે બાળકના DNA ટેસ્ટની કવાયત હાથ ધરી
રાજકોટ જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે રહી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની સગીર દીકરીને કિશન નામનો યુવક પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં આરોપી હાલ જેલ હવાલે છે, ત્યાં સગીરાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. જોકે, સગીરા પરિવારજનો બાળક આરોપી કિશનના પરિવારને સોંપી દેવાનું નક્કી કર્યું છે દીકરી તેની સાથે જ રહશે.
શું હતી આંખી ઘટના?
રાજકોટના પરાપીપળીયા ગામે ખેતમજૂરી કરતા હતા. સગીરાના પરિવાર ત્યાં બાજુની વાડીમાં કિશન અને તેનો પરિવાર પણ ખેતમજૂરી કરતો હતો. ત્યાં કિશન અને સગીરાની આંખો મળી હતી અને અવારનવાર સગીરાને લઈને કિશન બાર મળવા જતો. ત્યારે કિશન  સગીરા સાથે શરીર સબંધ પણ બાંધ્યા હતા. જોકે, બાદમાં સગીરા અને કિશન 9 માસ પહેલા બંને ભાગી ગયા હતા અને સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ મથક પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા બંનેને શોધવામાં સફળતા મળી હતી. પોલીસે કિશન સામે દુષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધી કિશનનો જેલ હવાલે કર્યો હતો.
સગીરાએ આપ્યો બાળકને જન્મ
કિશન અને સગીરા પ્રેમ સંબંધ એટલી હદે વટાવ્યો કે કિશન સગીરા સાથે શરીર સબંધ પણ બાંધ્યો એટલું જ નહીં સગીરાને ગર્ભવતી પણ બાનવી દીધી હતી. સગીરાને પેટનો દુખાવો ઉપડતા તેને રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. બાળક જન્મ આપતાં પોલીસ પણ હરકતમાં બાળક અને કિશનના DNA ટેસ્ટ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
બંને પરિવાર ઘરમેળે લીધા નિણર્ય
સગીરા બાળકને જન્મ આપતા કિશનના મામા અને સગીરાના પરિવારજનો વચ્ચે બેઠક થઈ અને તેમાં લેવાયો નિર્ણય સગીરાને એ જે બાળકને જન્મ આપ્યો તે માલિકને આરોપી કિશનના પરિવારજનોને સોંપી દેવામાં આવશે અને સગીરા પોતાના જ માતા-પિતા સાથે રહશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter