+

ગોંડલના રીબડામાં બે જૂથ વચ્ચે તણખલા ઝરતા વાતાવરણ ગરમ

રીબડા ગામે પટેલ યુવાનોને રીબડાના ક્ષત્રિય યુવાનો દ્વારા ધમકાવવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિઅનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રોએ પટેલ યુવાનના લમણે બંદૂક રાખી ધાક ધમકી આપી હોવાનો આરોપ ગોંડલ (Gondal) તાલુકાના રીબડા ગામે બુધવારે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તણખલા ઝરતા મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ કાફલો રીબડા અને ગોંડલ ખાતે  ખડકી દેવાયો હતો.  બનાવનાર પગલે રીબàª
  • રીબડા ગામે પટેલ યુવાનોને રીબડાના ક્ષત્રિય યુવાનો દ્વારા ધમકાવવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
  • અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રોએ પટેલ યુવાનના લમણે બંદૂક રાખી ધાક ધમકી આપી હોવાનો આરોપ 
ગોંડલ (Gondal) તાલુકાના રીબડા ગામે બુધવારે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તણખલા ઝરતા મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ કાફલો રીબડા અને ગોંડલ ખાતે  ખડકી દેવાયો હતો.  બનાવનાર પગલે રીબડા ગુંદાસરા સડક પીપળીયા ગામના લોકો ગોંડલ જયરાજસિંહ જાડેજાના નિવાસ્થાને દોડી આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાવવા પામી હતી. આજે ગુરુવારે સાંજે રીબડામાં મહાસંમેલનની જયરાજસિંહ જાડેજા દ્વારા ઘોષણા કરવામાં આવી હતી.
બંદૂક બતાવી ધમકી આપી
ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખૂટ નામના યુવાને જણાવ્યું હતું કે મારા લમણે અનિરુદ્ધ સિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતનાઓએ બંદૂક રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને  બંદૂકની નાળ ત્રણ ચાર વખત છાતીમાં મારી ધાક ધમકી આપવામાં આવી હતી જેથી વ્યથીત બનેલા રીબડા સડક પીપળીયા અને ગુંદાસરા સહિતના ગામોના લોકોનું મોટું ટોળું સાંજના રજૂઆત કરવા માટે જયરાજસિંહ જાડેજાના ઘરે દોડી આવ્યું હતુ.
પોલીસ કાફલો દોડ્યો
 આ તકે ડીવાયએસપી ઝાલા સહિતનો બહોળી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો. જયરાજ સિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહા સંમેલન બોલાવવામાં આવશે અને તેની સાથે રમેશભાઈ ટિલાલા પણ જોડાશે તેવું કહ્યું હતું તેમજ રીબડા ના શખ્સો દ્વારા જે પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે

કોઇ બનાવ બન્યો નથી
બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે મોટી માથાકૂટ થયા ના મેસેજ વાયરલ થયેલો છે જે બાબતે રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફ થી જણાવવામાં આવે છે કે મેસેજ વાયરલ થતાં રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયેલ હતા. ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. લોકોને ત્યાં થી વિખેરી નાખવામાં આવેલ છે કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી. કોઈએ ખોટી અફવાઓમાં નહી આવવા પોલીસ વિભાગ તરફથી જાણ કરવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter