+

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ

રાજકોટ (Rajkot) શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ (PI) કે.એમ. ચૌધરીને ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કામગીરી અંતર્ગત કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી મીની દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. સમગ્ર મામલે ઘટના સ્થળ પરથી સ
રાજકોટ (Rajkot) શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ (PI) કે.એમ. ચૌધરીને ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કામગીરી અંતર્ગત કુવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી મીની દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. સમગ્ર મામલે ઘટના સ્થળ પરથી સ્પિરીટ નો જથ્થો, ડીએમ વોટર, તેમજ નકલી અને અસલી દારૂ બોટલ સાથે મળી આવ્યો હતો. તો સાથે જ રમ અને વોડકા ફ્લેવર પણ મળી આવી હતી. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે તે સમયે ઘટના સ્થળ પરથી મધ્યપ્રદેશના વતની અને રીક્ષા ચાલક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ તપાસ સ્થાનિક કુવાડવા પોલીસને સોંપવામાં આવી હતી. 
 સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 26 ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડા અંતર્ગત કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ધમધમતી દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ હતી. દારૂની ફેક્ટરીમાં નકલી દારૂમાં અસલી દારૂની ભેળસેળ કરી વેચવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. દારૂની ફેક્ટરી શરૂ કરવા માટે હડમતીયા ના હસમુખ સાખોરીયા દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું. રંજનબેન રોહિતભાઈ વોરા નામની વ્યક્તિનું ગોડાઉન હસમુખે બેટરીના પાણીનું સંગ્રહ કરવા માટેનું બહાનું આગળ ધરી ભાડે રાખ્યું હતું. 
ચૂંટણી માટે દારુની ફેક્ટરી ઉભી કરી હતી
ચૂંટણી સમયે દારૂની સૉલ્ટેજ ઉભી થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં સપ્લાય કરી શકે તે માટે મીની દારૂની ફેક્ટરી ઊભી કરી હતી. દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી તેના સ્પેશિયાલિસ્ટ મોનું નર્મદા પ્રસાદને રાજકોટ બોલાવવામાં આવ્યો હતો. 
સ્થળ પરથી નકલી દારુનો જથ્થો મળ્યો હતો
સ્ટેટ મોનિટરિંગ જ્યારે મીની ફેક્ટરી પર દરોડો પાડ્યો ત્યારે ઘટના સ્થળ પરથી રમ અને વોડકા ફ્લેવર, ડીએમ વોટર, સ્પીરીટ નો જથ્થો તેમજ નકલી દારૂ, બોટલ સાથે તેમજ અસલી દારૂ બોટલ સાથે ઝડપાયો હતો. આજ દિવસ સુધી સમગ્ર કેસમાં મુખ્ય બુટલેગર હસમુખ સાખોરીયા ફરાર છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઘટના સ્થળ પરથી 7,86,670 રૂ.નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter