+

જીવનથી કંટાળી ગયા હોય તો રાજકોટના આ અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાત લેજો, બધુ દુ:ખ ભુલાઈ જશે

આજે વર્લ્ડ બ્રેઇલ ડે (World Braille Day)છે. દર વર્ષે 4 જાન્યુઆરીએ વર્લ્ડ બ્રેઇલ ડેની ઉજવણી કરવામાં આવે છે. તમે જો જીવનથી કંટાળી ગયા હોય તો રાજકોટ (Rajkot)ના અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાત લેજો, તમારું બધુ દુ:ખ ભુલાઈ જશે.7 વર્ષની અંધ દીકરી મંદિરા પોતાની વ્યથા ભૂલીને જીવન જીવવાની નવી રાહ ચીંધે છેઆ વાત કદી ના ભુલાય.જમતા પહેલા પ્રભુને યાદ કરાય, આ વાત કદી ના ભુલાય.રોજ મંદિરે દર્શન કરવા જવાય, આ વાત કદી ના ભુલà
આજે વર્લ્ડ બ્રેઇલ ડે (World Braille Day)છે. દર વર્ષે 4 જાન્યુઆરીએ વર્લ્ડ બ્રેઇલ ડેની ઉજવણી કરવામાં આવે છે. તમે જો જીવનથી કંટાળી ગયા હોય તો રાજકોટ (Rajkot)ના અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાત લેજો, તમારું બધુ દુ:ખ ભુલાઈ જશે.

7 વર્ષની અંધ દીકરી મંદિરા પોતાની વ્યથા ભૂલીને જીવન જીવવાની નવી રાહ ચીંધે છે
આ વાત કદી ના ભુલાય.જમતા પહેલા પ્રભુને યાદ કરાય, આ વાત કદી ના ભુલાય.રોજ મંદિરે દર્શન કરવા જવાય, આ વાત કદી ના ભુલાય.આ ગીત આપણે બાળપણમાં ખુબ સારી રીતે ગાતા અને હવે તેનો અર્થ પણ આપણે ખુબ સારી રીતે સમજીએ છીએ.ત્યારે આ ગીત ગાતા-ગાતા હીંચકે ઝુલતી 7 વર્ષની અંધ દીકરી મંદિરા પોતાની વ્યથા ભૂલીને જીવન જીવવાની નવી રાહ ચીંધે છે.
અંધ બાળકીઓનો ગજબનો આત્મવિશ્વાસ
આપણા જીવનમાં જ્યારે દુ:ખોનો પહાડ તૂટી પડે ત્યારે આપણે નાસીભાગ કરીએ છીએ.અને બીજાના દોષ કાઢવાનું શરૂ કરી દઈ છીએ.પણ જ્યારે તમે તમારા જીવનથી કંટાળી ગયા હોય ત્યારે તમારે રાજકોટના અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાત લેવી જોઈએ.તો ખ્યાલ આવે કે આપણી મુશ્કેલીઓ તો રતિભર છે. જન્મથી જ જોઈ ન શકતી બાળકીઓ પોતાની ઉણપને અવગણી બ્રેઈલ લિપિના માધ્યમથી કૂણી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા-લખતા શીખી રહી છે.એટલું જ નહીં સાથે સાથે તેઓમાં ભણાવાતી કવિતાઓ ગાવાનો અલગ જ ઉત્સાહ જોવા મળે છે.
બાળકીઓનું સંસ્થામાં માવજત થાય છે
આ સંસ્થામાં અંધ બાળકીઓને સૌ પ્રથમ શીખવવામાં આવે છે કે પ્રથમ તેઓ પોતાની શારીરિક તકલીફને સ્વીકારે કારણ કે પીડાને સ્વીકારી લેવાથી માનસિક રાહત મળે છે. ત્યારબાદ મુશ્કેલીને સ્વીકારીને સમાધાન લાવવા પ્રયત્ન કરવામાં આવે છે.ત્યારબાદ લક્ષ્યાંકોને હાંસલ કરીને જીવનમાં પ્રગતિ કરે અને જે કામ કરો, તે આત્મવિશ્વાસથી કરો. જેથી તેઓ તેના જીવનમાં આગળ વધી શકે.
ગૃહ ખાતે અત્યારે 85 અંધ મહિલાઓ
આ અંધ મહિલા વિકાસ ગૃહના કેમ્પસ ઈન્ચાર્જ કલ્યાણીબેન જોષીએ જણાવ્યું હતું કે આ સંસ્થામાં 7 વર્ષથી 65 વર્ષની ઉંમરની દીકરીઓ-બહેનો સુખ, શાંતિ અને સલામતીથી હળીમળીને રહે છે. સાથે જ તેઓને પારિવારિક હૂંફ અને પ્રેમભર્યું વાતાવરણ આપવામાં આવે છે.  ગૃહ ખાતે અત્યારે 85 અંધ મહિલાઓ રહે છે.જ્યારે 13 દીકરીઓ માત્ર અભ્યાસ કરવા માટે આવે છે. અંધ મહિલાઓને સહાયરૂપ બનવા કુલ 21 લોકોનો સ્ટાફ ફરજ બજાવે છે.
આજે વર્લ્ડ બ્રેઇલ ડે
પ્રજ્ઞાચક્ષુને ઉપયોગી બ્રેઈલ લિપિના શોધક લૂઈસ બ્રેઈલના જન્મદિવસ નિમિત્તે દર 4 જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઈલ ડે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પેટા સંસ્થા યુનેસ્કો દ્વારા ઇન્ટરનેશનલ સ્ક્રીપ્ટ ફોર ધ બ્લાઇન્ડ તરીકે સ્વીકૃત થયેલી બ્રેઈલ લિપિમાં 6 ટપકાંનો ઉપયોગ કરી 63 પ્રતીકો બનાવાયા છે. જેમાં અંકો, વિરામ ચિન્હો, ગાણિતિક ચિન્હોનો સમાવેશ કરાયો છે. ઉચ્ચારણના આધારે તૈયાર થયેલી બ્રેઈલ લિપિ તમામ ભાષાઓને લખવા અને વાંચવા માટે ઉપયોગી છે.

અંધ બહેનોને શિક્ષણ અપાય છે
 રાજકોટના વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં નેત્રહીન બહેનો માટે ધો. 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ, સંમિલિત શિક્ષણ યોજના અંતર્ગત ધો. 9થી સ્નાતક સુધીનું શિક્ષણ તથા પ્રારંભિકથી વિશારદ સુધી સંગીત શિક્ષણ અને કોમ્પ્યુટર શિક્ષણ તાલીમ અને સેમિનાર, બ્રેઈલ લીપીમાં ગણિતની તાલીમ અપાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટન તેમજ વિવિધ સ્પર્ધાઓ વગેરે જેવી પ્રવૃતિઓનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવે છે. 
સંસ્થામાં તમામ સહાય
અહિંયા લાભાર્થી નેત્રહીન બહેનો માટે વિનામૂલ્યે આવાસ અને ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે જ સંસ્થા તરફથી અંધ મહિલાઓને ધીરાણ, સાધનો મુકવા માટે ઈકવીપમેન્ટ બેંક સહિત રૂ. 1500થી 3500ની શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સાધનો આપવાની સહાય વગેરે આપવામાં આવે છે.આ ગૃહમાં બ્રેઈલ પુસ્તકાલય છે. સાથે જ કોમ્પ્યુટરાઈઝડ બ્રેઈલ પ્રોડકશન સેન્ટરમાં નેત્રહીનો માટે ‘સંઘર્ષ’ બ્રેઈલ દ્વિમાસિક પત્રિકા સહિતના બ્રેઈલ સાહિત્યનું નિર્માણ કરવામાં આવે છે.જે 500થી વધુ લોકોને સંસ્થા દ્વારા મોકલવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter