+

જેતપુરમાં કોળી સમાજની અનોખી પહેલ, કંકોત્રીમાં લખાવ્યું ‘કોઈએ દારૂ પીને આવવું નહીં’

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાતો મળે છે. જેમાં પણ લગ્નપ્રસંગે દારૂ પીવાની અને પીવરાવવાની તો ફેશન બની ચુકી છે. ત્યારે રાજકોટ (Rajkot)ના જેતપુરના કોળી સમાજની દારૂબંધીને સમર્થકન આપવા આયોજકોએ અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ સમૂહ લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'સમૂહ લગ્ન મહોત્સવમાં દારૂ પી ન આવું, આવવા પર ૫૦૦ રૂપિયાનો દંડ થશે.અને જો વર-કનà«
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાતો મળે છે. જેમાં પણ લગ્નપ્રસંગે દારૂ પીવાની અને પીવરાવવાની તો ફેશન બની ચુકી છે. ત્યારે રાજકોટ (Rajkot)ના જેતપુરના કોળી સમાજની દારૂબંધીને સમર્થકન આપવા આયોજકોએ અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ સમૂહ લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે, ‘સમૂહ લગ્ન મહોત્સવમાં દારૂ પી ન આવું, આવવા પર ૫૦૦ રૂપિયાનો દંડ થશે.અને જો વર-કન્યા પક્ષના માણસ જણાશે તો તેમને કરિયાવર આપવમાં નહિ આવે અને ૫૦૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે’  ! હાલ આ કંકોત્રી  સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ચુકી છે. અને લોકો આયોજકોની અનોખી પહેલને બિરદાવી રહ્યા છે.
લગ્ન કંકોતરી ચર્ચાનો વિષય
હાલ ગુજરાતમાં લગ્નગાળો પૂરબહારમાં ચાલી રહ્યો છે  અને લગ્નના સમયે  નોટો ઉડાડવી,  ફાયરિંગ કરવા , દારૂ પીને નાચવાના દૂષણોએ માઝા મૂકી દીધી છે  અને વારંવાર આ પ્રકારના  વીડિયો વાયરલ થઈ રહ્યા છે  તો ક્યાક નવતર પહેલા પણ  આવકાર્ય બની  રહી છે  હાલમાં એક નવતર લગ્ન કંકોતરી ચર્ચાનો વિષય બની હતી. ખાસ તો  લગ્ન પ્રસંગોમાં દારૂનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને સમૂહ લગ્ન કે ઘરે લગ્ન હોય તેમના આયોજકો માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ હોય છે કે તેમને ત્યાં આવતા મહેમાનો દારૂનો નશો કરીને ન આવે. દારૂ પીને આવતા લોકો  પ્રસંગની મજા બગાડતા હોય છે. ત્યારે જેતપુરના કોળી સમાજની દીકરીના સમૂહ લગ્નોત્સવમાં દારૂના દૂષણને દૂર કરવા એક અનોખી પહેલ કરી છે.
 કોળી સમાજની અનોખી પહેલ 
તા 12 નાં રોજ જેતપુર ખાતે ઠાકોર, કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનના આયોજકો એ  સમૂહ લગ્નની આ કંકોત્રીમાં એવું કંઈક લખવામાં આવ્યું છે કે જેને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કંકોત્રીમાં ‘ સમૂહ લગ્ન મહોત્સવમાં દારૂ પી ન આવું આવવા પર ૫૦૦ રૂપિયાનો દંડ થશે.અને જો વર-કન્યા પક્ષના માણસ જણાશે તો તેમને કરિયાવર આપવમાં નહિ આવે અને ૫૦૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવશે’ 

પરિવારોને વ્યસનમુક્ત બનાવવાનો હેતુ
આ સમૂહ લગ્નના આયોજકનાં જણાવ્યા અનુસાર કે, સમાજ, ગામ સહિત પરિવારોને વ્યસનમુક્ત બનાવવા એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું છે. અન્ય સમાજો પણ પ્રેરણા લે જેથી સમાજમાં ફેલાયેલ દારૂનું દૂષણ દૂર થાય આ સમૂહ લગ્નમાં  કંકોત્રીમાં કરવામાં આવેલી પહેલને લોકો આવકારી રહ્યા છે. તો બીજી તરફ લગ્નમાં દારૂનું દૂષણ કેટલી હદે વધ્યું છે કે સમૂહ લગ્નનાં આયોજકોએ કંકોત્રીમાં ‘દારૂ પીને ન આવવું’ તેવું લખાવવું પડી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter